દરીદ્ર નારાયણ દર્દીઓની મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ એટલે ‘સિવિલ’

  • ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલમાં તમામ સારવાર મળી રહેશે જેથી એક પણ દર્દીને રિફર થવું નહિ પડે: તબીબી અધિક્ષક ડો.ત્રિવેદી
  • ભવિષ્યમાં 2000 બેડની સુવિધા ઊભી કરાવવા મટે તૈયારીઓ શરૂ : અબતક સાથે સિવિલ હોસ્પિટલની તલ સ્પર્શી ચર્ચા કરતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ.ત્રિવેદી

અબતક મીડિયા હાઉસના લોકપ્રિય શો “ચાય પે ચર્ચા” માં પધારેલા પીડીયું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ તલસ્પર્શી ચર્ચાઓ કરી સિવિલ હોસ્પિટલના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની ચર્ચા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ તમામ સારવાર પ્રાપ્ત કરે અને બીજે કોઈ પણ હોસ્પિટલમાં રિફેર કરવા ના પડે તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવારમાં સમયગાળો ઘટાડવા માટે પણ સિવિલ તંત્ર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલને સામાન્ય જનતાની મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે તબીબી અધિક્ષક કટિબ્રધ રહી પુર પ્રયાસો કરી રહ્યા છે. દર્દીઓને એક છત નીચે જ તમામ સારવાર અને સુવિધા મળે તેના માટે સિવિલ તંત્ર લાગણી સાથે કામગીરી કરી રહ્યાની પણ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલની ઈમેજ ગરીબો માટેની હોસ્પિટલ જેવી છે કે કેમ??

રાજકોટની પીડીયું સિવિલ હોસ્પિટલની ઈમેજ વિશે જણાવતાં તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે ” સિવિલ હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર મળતી હોવાથી લોકોને એવું લાગે છે કે તે ગરીબો માટેની હોસ્પિટલ છે. પરંતુ કોવિડ સમયગાળામાં સિવિલ હોસ્પિટલે આ વાતને તદન ખોટી સાબિત કરી છે. કોરોનામાં સિવિલ હોસ્પિટલમાં પૂરા મેનપાવાર સાથે જે કામગીરી થઈ તે એક સક્ષમ કામગીરીની સાબિતી છે. જે લાગણી અને સ્ફૂર્તિ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિડની કામગીરી કરવામાં આવી તેનાથી ફક્ત ગરીબ કે મધ્યમ વર્ગ નહિ પણ ધનાઢિય પરિવારજનોએ પણ સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ મૂક્યો હતો.

હાલના સમયમાં કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊભી થઈ રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલ પહેલેથી જ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોય છે તેના વિશે શું કહેશો?

આ અંગે જણાવતા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ કહ્યું હતું કે,” હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કેન્દ્રસ્થાને છે. અહીંયા 21થી વધુ વિભાગ કાર્યરત છે તેની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ તથા 500 બેડ સાથે પીએમએસએસવાય બિલ્ડીંગ, પ્લાસ્ટિક સર્જરી, ન્યુરોસર્જન અને યુરોસર્જન સહિતના વિભાગો પણ કાર્યરત છે જેના કારણે સિવિલ હોસ્પિટલ પહેલેથી જ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત છે.

પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર વિશે શું કહેશો??

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મોટા પ્રમાણમાં ઘસારો રહે છે. ફક્ત રાજકોટ કે આજુબાજુના તાલુકાથી નહિ પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી પણ દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવતા હોવાથી હાલ સિવિલમાં 1200થી પણ વધુ બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યારે કોવિડના સમયગાળામાં આ સુવિધાને 3000 બેડ સુધી લઈ જવામાં આવી હતી. હાલ સિવિલ હોસ્પિટલની સાથે પીએમએસએસવાય બિલ્ડીંગમાં 500 બેડ ચૌધરી ગ્રાઉન્ડમાં કોરોના માટે 100 બેડ તથા 500 બેડ સાથે નવું એમસીએચ જનાના બિલ્ડીંગ પણ તૈયાર થઈ રહ્યું છે. ટૂંક સમયમાં રોજિંદા 2000થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

આવનારા દિવસોમાં સિવિલના દર્દીઓને સિટી સ્કેન અને એમઆરઆઈ નિશુલ્ક મળશે?

સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારના સહયોગથી આગામી દિવસોમાં અનેક સુવિધાઓ નિશુલ્ક મળી રહેશે. જેમાં ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલોમાં એમ આર આઈ અને સીટી સ્કેન નિશુલ્ક થઈ શકશે આ સાથે હાલ એક્સ રે અને તેની સાથેની અન્ય સુવિધાઓ પણ વિનામૂલ્ય ચાલુ જ છે જ્યારે ટૂંક સમયમાં પીએમએસએસવાય બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સીટી સ્કેન અને એમઆરઆઇ વિભાગ પણ દાખલ દર્દીઓ માટે નિશુલ્ક શરૂ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલના વિભાગો વિશે શું જણાવશો?

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં હાલ 21 થી વધુ વિભાગો કાર્યરત છે પરંતુ ભવિષ્યમાં દર્દીઓ માટે વધુ સારી સુવિધા અને સગવડો પૂરી પાડવા માટે અન્ય વિભાગો પણ શરૂ કરવામાં આવશે ટૂંક સમયમાં જ એમસીએચ જનાના હોસ્પિટલ તૈયાર થઈ જતા ત્યાં 500 બેડની સુવિધા મળી રહેશે. જ્યારે ફેબ્રુઆરીમાં વર્ક લોર્ડ પ્રમાણે અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં ઇન્ડોર દર્દીઓ માટે સુવિધાઓ તથા બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે દર્દીઓ માટે આવતા કાઉન્સિલર તબીબોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે ટૂંક સમયમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જેવી બની જશે.

દર્દીઓ અને તેમના સગાઓમાં ક્યારેક તબીબો હાજર ન રહેતા હોવાના આક્ષેપ થતા હોય છે તેમાં તથ્ય શું છે?

આ અંગે તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલમાં 28 થી 30 વિભાગો કાર્યરત છે. જેમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, ટ્યુટર, સિનિયર રેસીડેન્ટ ડોકટર, રેસીડેન્ટ ફિંબશબજ્ઞયસ વિભાગમાં કામગીરી કરતા હોય છે. તેની સાથે સીએમ સેતુ યોજના અંતર્ગત સ્પેશિયાલિસ્ટ તબીબો પણ સેવા આપવા માટે આવતા હોય છે. કોઈ સંજોગો અનુસાર તબીબ ફરજ પર ના હોય તો અધિક્ષક ઓફિસમાં ફરિયાદ કરવી જેનો નિકાલ હું ખુદ કરી આપીશ.

છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં તબીબો પર હુમલા થવાના બનાવો વધ્યા છે જેનું કારણ શું હોય શકે?

આ અંગે તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે ઘણી વખત દર્દી અથવા તેમના સગાઓની ઈચ્છા પ્રમાણેની કામગીરી ન થતા અને સંવાદહીનતાના કારણે આ હુમલાઓમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ તબીબો બનવાની પ્રેક્ટિસમાં જ ભવિષ્યના ડોકટરોને દર્દીઓ અને તેમના સગાઓ સાથે માનવીય વલણ અપનાવવાની તાલીમ આપવામાં આવે છે. તેઓને આ અંગે સાયકોલોજી સ્પેશિયાલિસ્ટ પાસે લેક્ચર પણ આપવામાં આવે છે. પરંતુ તબીબો પર હુમલાના કારણે તેમની ડોકટર આલમમાં નેગેટિવ ઈમેજ ઊભી થાય છે અને તબીબો ડીમોટીવેટ થતા હોય છે.

સિવિલ હોસ્પિટલમાં લુખ્ખા તત્વો અને ચોરીના બનાવો વધ્યા છે, તેની સામે કેવા પગલાં લેવાશે?

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વો અને ચોરીઓના બનાવવામાં વધારો થયો છે તેની સામે સીધો હોસ્પિટલ તંત્ર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા હાય લેવલની મીટીંગ ગોઠવવામાં આવી હતી જેના કારણે આગામી દિવસોમાં ચોરીના બનાવો અટકાવવા માટે એચડી સીસીટીવી કેમેરા અને સિવિલ તંત્રના સિક્યોરિટી તથા પોલીસ વિભાગ પણ ચેકિંગ હાથ ધરશે. તેમની સાથે કબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી પણ ભાગ લેશે.

દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા કેસબારી અને દવાબારીમાં શું કામગીરી થશે?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોવાથી ઓપીડી બિલ્ડિંગમાં કેસ બારી અને દવા બારીએ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેના કારણે સિવિલ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ વિકલાંગો, વૃદ્ધો અને મહિલાઓ માટે અલગથી કેસ બારી તથા દવા બારીમાં પણ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે દર્દીઓને તેમના સગા સંબંધીઓને સાચી રાહ બતાવવા માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે.

મધ્યમ વર્ગના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ તરફ આવરવા માટે શું જરૂરી?

સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર ની સાથે સાથે દવાઓ પણ નિશુલ્ક મળી રહે છે જ્યારે દર્દીઓની સારવારમાં વધારો તથા તેમની સુવિધાઓમાં પણ વધારો કરવા માટે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ શરૂ કરવામાં આવ્યું છે જેની સાથે પીએમએસએસવાય બિલ્ડિંગમાં 40 બેડનું અધતન સુવિધા સાથે આઈસીયુ પણ કાર્યરત છે જેથી એક કોર્પોરેટર હોસ્પિટલ જેવું જ સિવિલ હોસ્પિટલમાં તમામ વસ્તુ મળી રહેશે.

સિવિલ હોસ્પિટલ ને ઉજાગર કરવા માટે શું જરૂરી છે?

સિવિલ હોસ્પિટલમાં બાળકો યુવાનો અને વૃદ્ધાવ માટે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે સૌરાષ્ટ્રના નાના દર્દીઓ સૌથી વધુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવે છે જ્યાં 100થી વધુ પણ સગર્ભાઓની નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. જેથી તબીબી અધિક શકે લોકોને અનુરોધ કર્યો હતો કે સિવિલ હોસ્પિટલ પર વિશ્વાસ રાખો તમને તમામ પ્રકારની સારવાર અને સુવિધાઓ સાથે દવાઓ પણ અહીંથી જ મળી રહેશે.

ઓપીડીની કામગીરીના કલાકોમાં વધારો થયો છે તેના વિશે શું કહેશો?

રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે અઠવાડિયામાં આવે સોમવારથી શનિવાર સુધી 9 થી 1 અને સાંજે હવે 4 થી 8 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે રવિવારે પણ ઓપીડી અડધો દિવસ સુધી ઓપીડી ચાલુ રહેશે.

સિવિલ હોસ્પિટલમાં ભવિષ્યમાં કેવી યોજનાઓ આવશે?

આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં નવી સ્કીન બેંક શરૂ કરવામાં આવશે તેની સાથે કેટલે પણ કાર્યરત કરવામાં આવશે સામાન્ય જનતા માટે સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન અને એમઆરઆઇ બાદ એનજીઓગ્રાફી એનજીઓ પ્લાસ્ટિક સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી સામાન્ય જનતાને તમામ પ્રકારની સારવાર એક છત નીચે જ મળી રહેશે અને તેને બહાર હોસ્પિટલમાં રીફર કરવામાં નહીં આવે.

અબતકના માધ્યમથી તમે દર્શકોને શું સંદેશો આપશો

અબતક ના લોકપ્રિય શો ચાય પે ચર્ચામાં પધારેલા પીડીયુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ અબતકના માધ્યમથી લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે સામાન્ય જનતાને મારી એટલી જ અપીલ છે કે તમે સિવિલ હોસ્પિટલ પર વિશ્વાસ રાખો અને સારી સુવિધાઓની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં અનુભવી તબીબો પણ સારવાર માટે ખડે પગે રહે છે. આ સાથે કોઈપણ દવા માટે પણ દર્દીઓ કે તેમના સગાઓને બહાર જવાની જરૂર રહેતી નથી ભવિષ્યમાં હજુ પણ હતી આધુનિક ટેકનોલોજી અને આજે તને સુવિધા સાથે તમામ સારવાર એક સાત નીચે મળી રહે તેઓ પ્રયાસ કરવા માગું છું આ સાથે કોઈપણ સામાન્ય જનતાને જો કંઈ તકલીફ રહે તો સીધો જ તબીબી અધિક્ષકનો સંપર્ક કરીને તેમને ફરિયાદ કરી શકે છે.