Abtak Media Google News
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે  75 હજાર યુવાનોને નિમણુંક પત્રો આપશે

અબતક, રાજકોટ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  આવતીકાલે વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા – 10 લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરશે. સમારોહ દરમિયાન, 75,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નવા નિયુક્ત પામેલાઓને પણ સંબોધિત કરશે. નિમણૂક કરનારાઓ દેશના વિવિધ ભાગોમાં 50 સ્થાનો પર હાજર રહેશે જેનું આયોજન વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા કરવામાં આવશે. આ સમારોહમાં દરેક સ્થાન પર યુનિયન મંત્રી હાજરી આપશે.

આ સંબંધમાં પશ્ચિમ રેલવે પર અમદાવાદ અને વડોદરા ખાતે રોજગારમેળાનું આયોજન કરવામાં આવશે. શ્રીમતી દર્શના જરદોશ, માનનીય ટેક્સટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 155 રિક્રુટ્સ હાજર રહેશે, જેમાંથી 94 રિક્રુટ્સ રેલવેના છે. શ્રી દેવુસિંહ ચૌહાણ, માનનીય સંચાર રાજ્ય મંત્રી વડોદરા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 116 રિક્રુટ્સ હાજર રહેશે, જેમાંથી 50 રિક્રુટ્સ રેલવેના છે. નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો બંને સ્થાનો પર મહાનુભાવો દ્વારા આપવામાં આવશે.

યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે. પ્રધાનમંત્રીના નિર્દેશો મુજબ, તમામ મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં મંજૂર પોસ્ટ્સ સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે.

દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ભારત સરકારના 38 મંત્રાલયો/વિભાગોમાં જોડાશે. નિમણૂંક પામેલાઓ વિવિધ સ્તરે સરકારમાં જોડાશે જેમ કે. ગ્રુપ – અ, ગ્રુપ – બી (રાજપત્રિત), ગ્રુપ – બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ – સી. જે જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સોનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ખઝજ વગેરેનો સમાવેશ થાય છે.

આ ભરતીઓ મિશન મોડમાં મંત્રાલયો અને વિભાગો દ્વારા અથવા તો ઞઙજઈ, જજઈ, રેલ્વે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે, પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને તકનીકી સક્ષમ બનાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.