Abtak Media Google News
જીંદગીમાં મળેલા મોકાનો ફાયદો ઉઠાવો પણ કોઈના ભરોસે નહીં: આજનો યુવાન વ્યકિતત્વનો વિકાસ કરવાનું   ભૂલી ગયો છે:  દેશની મોટી સંખ્યા યુવા વર્ગની છે ત્યારે તેને  સાચવવો, વિકાસ કરાવવો સૌની ફરજ છે…

આજની પેઢી જૂની પેઢીનો વાંક કાઢે તો તેનો વાંક તેની આગલી પેઢી કાઢે છે:  પ્રવર્તમાન  કુટુંબ વ્યવસ્થામાં સંતાનો મા-બાપને અને મા-બાપ સંતાનોને સમજી શકતા નથી: જનરેશન ગેપ એક વિકટ  સમસ્યા છે જેમાં  સૌ પોતાનો દોષ   એક બીજા પર ઢોળે છે

બાળકના  જન્મબાદ જ ખરા અર્થમાં મા-બાપનો પણ જન્મ થાય છે.  બધા જ વાલીઓ સંતાનો આગળ વધે,  વિકાસ કરે એવા શુભ હેતુથી તેનું લાલન પાલન કરે છે. આજના વડિલો કે મા-બાપોની એક જ ફરિયાદ છે કે તેના  સંતાનો તેની વાત સમજવા  માંગતા નથી.  આજની 21મી સદીના ગુગલબોય તેના મા-બાપો કરતા વધુ ભણ્યા કે જ્ઞાન મેળવેલ  હશે પણ મા-બાપના ગણતર જ્ઞાનથી તે  સંતાનો કરતા બે ડગલા આગળ છે, પણ  બાળકો તે વાત સ્વીકારવા  તૈયાર નથી.

10 Secrets To Have An Amicable And Happy Family

જિવનયાત્રા સુખ-દુ:ખના  બે  કિનારા જેવું છે. સુખના    કોઈ ઈન્જેકશન નથી, એમ  દુ:ખની કોઈ દવા નથી. સંબંધો બચાવવા સ્નેહનું  વિટામીન  અને લાગણીના ઓકિસજનની જરૂર છે. માનવીના જીવનમાં પ્રેમ-હુંફ અને લાગણી હવા-પાણી ખોરાક જેટલીજ  અગત્યતા ધરાવે છે.  આજના સંતાનો એ  કે યુવા વર્ગે   જીવનમાં    મળેલ મોકો (તક) નો ફાયદો ઉઠાવવાનો છે, પણ  કોઈના ભરોસા ઉપર નહી વ્યકિતત્વ  નિખાર માટે તો વ્યકિતએ જાતે જ મહેનત કરવી પડે છે.

વિશ્ર્વભરમાં  સૌથી યુવા વર્ગની વસ્તી  આપણા ભારતમાં  છે પણ તે વ્યકિતત્વનો વિકાસ કરવાનું ભૂલી ગયો છે. આપણે સૌએ સાથે મળીને તેના ગુણવતાસભર જીવન અને વિકાસ માટે  કાર્ય કરવાની જરૂર છે.   આજનો યુવાન ભટકી ગયો છે. પણ તેને સમજીને જીવન કૌશલ્યોનો વિકાસ કરીને તેનામાં પડેલી  અફાટ શકિતને ઓળખીને તેને સકારાત્મક કાર્યમાં જોડવાની સૌની ફરજ છે. આજની પેઢી અગાઉની  પેઢીને તે પેઢીનો  તેની અગાઉની પેઢી વાંક   કાઢે છે. પણ કોઈ આ વિશાળ    સમુદાય માટે  હકારાત્મક  ભૂમિકા ભજવવા તૈયાર નથી. સંયુકત  કુટુંબમાં તો શ્રેષ્ઠ   વિકાસ થતો જ  હતો, ખાસ એમાં નબળો સબળા ભેગા રહીને આગળ વધી જતો હતો.

Happy Family Social Living Solutions

આજની   વિભકત કુટુંબની  પ્રથામાં હુંતો હુતીને તેના સંતાનો ભણાવવા પણ  લોઢાના  ચણા ચાવવા જેવું છે. બધાજ  જનરેશન ગેપ ની વાત કરે છે. પણ એક બીજાને સમજવાની તસ્દી કોઈ  એ લેવી નથી. આજનો યુવા વર્ગ તેનું વ્યકિતત્વ જ ખોઈ   બેઠો છે. કોઈપણ દેશનો સફળ કે સબળ વિકાસ તેની યુવા પેઢીના વિકાસ પર   નિંભર કરે છે.આજનો યુવા દેશનો ભાવિ નાગરીક છે. ત્યારે આપણે તેનું લાલન-પાલન સાથે તેની લોખંડી  શકિતનો ઉપયોગ કરવાની  જરૂર છે.

ગમે તેટલુ ભણો ગણો પણ તમારા સંતાનો તમારાથી આગળ  વધવા લાગે ત્યારે જ તે મા-બાપની  સફળતા જોવા મળે છે. યુવાનોને એમ થાય કે મને કોઈ સમજી શકતુ નથી. પણ પહેલા દરેક  સંતાનોએ મા-બાપની વાત-વિચારો અને અનુભવ આધારીત  જીવન શૈલી સમજવી જરૂર છે.  એક સંપથી જ પરિવારનો  વિકાસ શકય   બને છે. ઈન્ટરનેટ,  મોબાઈલ સાથે  સોશિયલ   મીડિયાને કારણે બધુંજ  આંગળીની ટેરવે  નવી પેઢીને   મળ્યું હોવાથી   તે કોઈની વાત સમજવા તૈયાર જ નથી.

આજના યુગમાં કે જીવનમાં કશું જ  ટકાઉ નથી.   મોબાઈલ  આવ્યોને   કેમેરો ગયો,  ઘડીયાળ,   ટોર્ચ, રેડિયો, એમ.પી. થ્રી,  ટપાલ, કોમ્પ્યુટર જેવા સાધનો  જે થોડા સમય પહેલા  જરૂરી હતા  પણ આજે નકામા   બની ગયા છે.   માણસના સુખ-ચેન આ મોબાઈલે  છીનવી લીધા છે. સામાજીક  સંબંધોની  અર્થ વ્યવસ્થા   ખોરવાઈ  ગઈ છે.  એક જ ઘરમાં સાથે બેસીને બધા વાતો કરતાં, જમતા પણ આ  ઈલેકટ્રોનિક ગેઝેટે બધું છીન્ન-ભીન્ન કરી નાખ્યું  છે. આપણી   સંસ્કૃતિમાં આપણે ખારા   સ્વાદ વાળાને પણ ‘મીઠું’  કહીએ છીએ.

આજે લગભગ  બધાના ઘરમાં ત્રણ પેઢી સાથે રહેતી  હોય છે.   સહનશકિત લુપ્ત  થવાથી કૌટુંબીક ઝગડાઓ ચોમેર દિશાએ જોવા મળે છે. આજનો યુવા વર્ગ રીત-રિવાજમાં બદલાવ  કે પરિવર્તન   લાવવા માંગે છે.  આ માટે તે  કોશિષ  પણ કરે છે. પણ જૂની પેઢીના વડીલોની  ઘરેડ બદલી શકતા  નથી. તેથી તે ઘણીવાર   ‘તમને નહી સમજાય’ તેવું   બોલી જાય છે. આજની યુવા પેઢીએ લાગણીશિલતા ને લાગણી  વેડા  વચ્ચેની  ભેદરેખા સમજવી જરૂરી છે.

પૃથ્વી પર  વસતા તમામ માનવીના  જીવનમાં સુખ અને દુ:ખ  તો આવતા જ રહે છે.પણ યુવા વર્ગે   સ્વનો વિકાસ   કરીને આગળ વધીને  તેના મા-બાપનું નામ રોશન કરવું જરૂરી છે.  જીવનની  એક ખાસિયત  છે કે   આપણો   ખરાબ સમય હોય ત્યારે    આપણી સાથે કોઈ હોતુ નથી. પણ જેવો  સારો સમય  આવે ત્યારે બધાજ  મધમાખીને જેમ આવવા લાગે છે.

જીવનમાં  દરેક માણસ આપણને સમજી શકે એવું ન પણ બને !!

માણસે એક વાત યાદ રાખવા  જેવી છે કે જીવનમાં દરેક માણસ આપણને સમજી શકતા નથી તેમ દરેક માણસને આપણે સમજાવી પણ નથી શકતા આજન યુગમાં  કપડાનું મેચિંગ સેટ કરીને  માત્ર શરીર જ સુંદર દેખાડવા કે દ્રશ્ય બનવા બધાજ મહેનત કરે છે,પણ સંબંધો  અને સંજોગોથી મેચિંગ કરશો તો જ સમગ્ર જીવન સુંદર બનશે. સુંદરતા કપડાથી નહી પણ સારા વિચારોથી  આવે છે. આજની પેઢીના પણ સપના,અરમાન  કે નાનકડી જીંદગી છે. જેમાં તે બહુ લાંબી ઉડાન ભરવા માંગે છે.

ત્યારે  તેને માત્ર  જરૂર છે.   આપણા પ્રોત્સાહન કે સહયોગની આજે બધાને શોર્ટ સમયમાં,  તેમજ ઝડપી પૈસા  કમાવવા છે, પણ મહેનત કરવી નથી. જેને  કારણે સંતાનો કે  યુવાનો  ખંડનાત્મક  પ્રવૃત્તિ તરફ વળે છે. જીવનમાં   તડકો છાયો તો આવતો જ રહેવાનો પણ તેમાં સ્થિતપજ્ઞની જેમ ટટ્ટાર ઉભો રહી શકે તે સારો નાગરીક ગણી શકાય. બે પેઢી વચ્ચેના અંતર અને તેના તરફ દોરી જતા પરિબળો વિશે બંને પેઢીએ સમજવાની જરૂર છે. પહેલા કરતાં આજના યુગમાં  બધુજ છે. પણ માનવ માનવથી દૂર થતો જાય છે. ઘણીવાર વડીલોનો આગ્રહો પણ પેઢી  અંતર સર્જવામાં   કારણભૂત બનતું હોય છે. અલગતાવાદી દ્રષ્ટિકોણ અને સ્વતંત્ર વિચાર સરણી ધણીવાર  મુશ્કેલી સર્જે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.