Abtak Media Google News

ગુજરાતમાં મેટ્રો ટ્રેનની બહુ જ સરસ સુવિધા રાજ્યને મળી રહી છે પણ આપણી પાન-ફાકી પ્રિય જનતાને તો થુંક્યા વગર અને ગંદકી કર્યા વગર ચાલે જ નહિ, અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બંને કોરિડોર પર મેટ્રો શરૂ થયાના એક મહિનો પુ્ર્ણ થઇ ગયો છે અને દિન પ્રતિદિન ટ્રાફિક પણ વધી રહ્યો છે ત્યારે દિવાળીની રજાઓમાં લોકો દ્વારા ઘણા નિયમોનો ભંગ કર્યાની માહિતી મળી છે મેટ્રો ટ્રેનની અંદર થૂંકવું, સીટોને નુકશાન પહોચાડવું સાથે જ અમુક લોકોએ તો દરવાજા ખોલવા માટે બટનો પણ દબાવતા જોવા મળ્યા હતા

મેટ્રોમાં મુસાફરી દરમિયાન તબિયત લથડે તો સારવાર માટે ૬ હોસ્પિટલ સાથે MOU

Ahmedabad Metro Inauguration
જો મુસાફરી દરમિયાન કોઇ વ્યક્તિની તબિયત લથડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ મુસાફરોની સારવાર મળી રહે માટે પ્રથમ તબક્કામાં જુદાજુદા વિસ્તારની છ હોસ્પિટલ સાથે MOU કર્યા છે.

સાથે મેટ્રોના જવાબદાર અધિકારીઓ નવી 10 જેટલી હોસ્પિટલો સાથે એમઓયુ કરવાનું નક્કી કર્યુ છે. મેટ્રો સ્ટેશન પરથી કોઈ અધિકારી કે મુસાફરોનો 108 પર કોલ આવશે તો નજીકના લોકેશનમાં જે એમ્બ્યુલન્સ હશે તે મોકલવામાં આવશે. પરંતુ કોઈ મેટ્રો સ્ટેશન પર સ્ટેન્ડબાય રહેશે નહીં તેવી પ્રાથમિક માહિતી છે.
Mr7Xkmr6 Gujarat Metro Gmrc 6

જો તમે કોચની અંદર કચરો ફેંકતા, થૂંકતા અથવા ફર્નિચરને નુકસાન પહોંચાડતા અથવા સેફ્ટી બટન સાથે હલચલ કરતા પકડાઈ જાવ, તો 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકાય છે.

GMRCએ બંને કોરિડોર પર આવા મુસાફરો પર કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટુકડીઓની રચના કરી છે. મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ 2002માં રેલ સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 200 રૂપિયાના ભારે દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે. હવે મેટ્રોમાં નીચે મુજબનો દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે

ગુનાનો પ્રકારસજાની જોગવાઈ
સંદેશા વ્યવહારના સાધનોનો દુરુપયોગ,
કારણ વગર બેલ- એલાર્મ વગાડતા લોકોને1 વર્ષની જેલની સજા
મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર6 મહિનાની જેલ થશે
દુર્ભાવનાપૂર્ણ રીતે તોડફોડથી કોઇ વ્યક્તિનુંમૃત્યુદંડ અથવા આજીવન
મૃત્યુ અથવા શારીરિક ઈજા પહોંચાડવાથીકેદની સજા થઈ શકે છે
દારૂના નશામાં, અભદ્ર વર્તન અથવા અન્યરૂ.200 દંડ, પાસ જપ્ત કરવા અને
મુસાફરોના આરામમાં દખલ કરવા પરટ્રેનમાંથી હટાવવા સુધીની કાર્યવાહી
ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ ટ્રેનમાં4 વર્ષ સુધીની જેલ અને
લઈ જતા પકડાશે તો5,000 રૂપિયાનો દંડ
કોચમાં અથવા પરિસરમાં પોસ્ટર ચોંટાડવા,છ મહિના સુધીની જેલ અને
લખવા અથવા કંઈપણ દોરવા પર500 રૂપિયાનો દંડ
મેટ્રોમાં મુસાફરી કરતી વ્યક્તિઓને નુકસાનદસ વર્ષ સુધીની સખત
ટ્રેનમાં દૂષિત રીતે કંઈપણ ફેંકવા પરકેદની સજા થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.