Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈ પણ વ્યક્તિ એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે પરંતુ આજ રોજ સુરતમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમને આશ્ચર્ય પણ થશે અને હસવું પણ આવશે. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની જ્યાં ૨ પત્નીના ત્રાસથી કંટાળીને પતિ નાસી ગયો છે.

Advertisement

 

Screenshot 5 6

આજ રોજ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે બે મહિલાઓ જાહેરમાં છુટ્ટા હાથે મારામારી કરી હતી. તેનું કારણ તેનો પતિ હતો એટલે કે એક પુરુષની આ બે પત્નીઓ હતી અને તેમનો પતિ તેમને મૂકીને ગાયબ થઈ ગયો છે.જેને લઈ બંને મહિલા એકબીજા પર આક્ષેપ કરીને જાહેરમાં એક બીજાને મારવા લાગી હતી. જાહેરમાં બઘડાટી બોલાવવાનો વીડીયો હાલ સોશિયલ મીડ્યામાં વાયરલ થઈ રહ્યો છે.

Screenshot 14 2

બંને મહિલાઓએ એક બીજાને પથ્થર માર્યા હતા. ત્યારબાદ છુટા હાથની મારા મારી કરવા માંડી હતી. બંને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીમાં જવાના મુખ્ય માર્ગ પર જ મારામારી કરવા માંડ્યા હતા. આ ઝઘડા સમયે કોઈ મહિલા કોન્સ્ટેબલ હાજર ન રહેતા આ અંગે ઉમરા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જેને લઇ ઉમરા પોલીસ મથકમાંથી મહિલા કોન્સ્ટેબલ આવી આ બંને મહિલાને ડીટેઇન કરીને પૂછપરછ હાથ ધરી હતી.

મહિલા કોન્સ્ટેબલ દ્વારા પૂછપરછ કરતા કારણ આવ્યું બહાર

Screenshot 3 9

ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પતિ, પત્ની ઓર વોના કારણે આ પતિ ઘર છોડીને નાસી ગયો હતો.. જેને લઇ બંને મહિલા પોતાના પતિની રજૂઆત માટે પોલીસ કમિશનર કચેરી આવી હતી.. ત્યારબાદ અચાનક જ બંને મહિલા જાહેરમાં ઝઘડવા માંડી હતી. પહેલા બંને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં એકબીજા પર પથ્થર મારો કરી બાખડી હતી. ત્યારબાદ ઝઘડો કરતા કરતા આ બન્નેની અટકાયત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.