Abtak Media Google News

દિવસે ને દિવસે ગુનાખોરીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવતા પોલીસ તંત્ર સતર્ક બની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી સઘન ચેકિંગ હાથ ધરી રહી  છે.ત્યારે આજરોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગાંજાના જથ્થાની  હેરાફેરી કરતી યુવતી ને એસઓજી દ્વારા પકડી પાડવામાં આવી છે. ત્યારે યુવતી પાસેથી ત્રણ કિલો જેટલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

Screenshot 1 15

.આ અંગે મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઠીકરીયાળા ગામના પાટીયા પાસેથી કરીમાં સાગર કાળુ નાઘોણા (ઉંમર વર્ષ ૨૫, રહે ચોટીલા સપના હોટલ પાછળની વૃંદાવન સોસાયટી બાજુમાં) વાળી યુવતીને પાસ પરમિટ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે પોતાના કક્ષામા વનસ્પતિજન્ય માદર પદાર્થ ગાંજાનો જથ્થો ૩ કિલો અને ૫૦૦ ગ્રામ જેની કિમંત રૂપિયા 35,000 નો સાથે રાખી હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઓપો કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5000 તથા ખાલી પ્લાસ્ટિકનો થેલો આમ કુલ 40,000 ના મુદ્દા માલ સાથે એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8 સી,20 બી મુજબ મહિલાની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.