Abtak Media Google News

મહિલાઓને શિક્ષિત કરવા માટે કલામ આઝાદે ભરપુર કોશિષ કરી હતી

સપ્ટેમ્બરએ રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે મનાવવા આવે છે. ભારતની શિક્ષણ રચના વ્યવસ્થિત બનાવવા માટે અકે મહત્વની ભૂમિકા શિક્ષામંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે મનાવે છે.

11 નવેમ્બર 1988 માં સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં થયો હતો.

કલામ આઝાદ ના પિતા મોહમ્મદ ખૈરૂદીન અને તેનો પરિવાર 1857માં કલકત્તા છોડીને ભારતીય સ્વતંત્રતાના પ્રથમ આંદોલન વખતે જ મક્કા ચાલ્યા ગયા હતા.

ત્યારબાદ 1890 માં ભારત પાછા આવીને કલકત્તામાં મુસ્લિમ વિદ્વાન તરીકે તેઓ ખ્યાતિ પામ્યા, ત્યારે કલામ આઝાદ માત્ર બે વર્ષના હતા.

મૌલાના અબુલ કલામ આઝાદે સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષામંત્રીના રૂપમાં 15 ઓગસ્ટ 1947 થી 2 ફેબ્રુઆરી 1958 સુધી દેશની સેવા કરી હતી. તેઓ યુવાન થયા ત્યારે 1912 માં બ્રિટિશ નીતિ નિયમોની આલોચના કરવા માટે ઉર્દુમાં એક સાપ્તાહિક પત્રિકા “અલહિલાલ” શરૂ કર્યું હતું. “અલહીલાલ” પર પ્રતિબંધ લાગવાથી બીજું સાપ્તાહિક “અલબગાહ” શરૂ કર્યું.

તેઓ પત્રકાર, રાજનીતિજ્ઞ, સ્વાતંત્ર્ય સેનાની તેમજ વિદ્વાન હતા. કલામે ભારતની શિક્ષણ રચના વ્યવસ્થિત બનાવવા માટે એક મહત્વની ભૂમિકા નિભાવી હતી. કલામ આઝાદે દેશમાં શિક્ષણ પદ્ધતિ સુધારવાનું સપનું જોયું હતું અને તેને પૂર્ણ કરવાની કોશિશ પણ કરી હતી. તે સમયે મહિલાઓને શિક્ષિત કરવા માટે કલામ આઝાદે ભરપૂર કોશિશ કરી હતી. તેમજ આધુનિક શિક્ષણ પ્રણાલી અપનાવવા પર ભાર મૂક્યો હતો.

કલામ આઝાદ અંગ્રેજી ભાષા શીખવા ઉપર જોર દેતા હતા. જોકે તેમનું માનવું હતું કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ દેવું જોઈએ.

શિક્ષામંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પશ્ચિમ બંગાળના ખડગપુર માં 1951માં પ્રથમ આઇઆઇટી (ઈંઈંઝ) ની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંસ્થાનની સ્થાપના ઉચ્ચતર પ્રગતિ માટે પાયાની ઈંટ સાબિત થશે, એમાં મને કોઈ શંકા નથી. તેઓ ઈંઈંઝ ની ક્ષમતામાં વિશ્વાસ રાખતા હતા. આ સાથે તેઓએ 1953 માં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) નો પાયો નાખ્યો હતો. ત્યાર પછી 1956 માં UGC ની સ્થાપના થઈ હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (ઈંઈંજભ) અને સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (જઙઅત) ની સ્થાપના કરી હતી. તેમજ સંગીત નાટક એકેડેમી, લલિત કળા એકેડેમી, સાહિત્ય એકેડેમી ની સાથે સાથે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ સહિત મુખ્ય મુખ્ય એકેડમીઓને પણ સ્થાપના કરી હતી.

મૌલાના અબુલ કલામ આઝાદ 1958માં મૃત્યુ પામ્યા. ત્યારબાદ 1992 માં મરણોપરાંત “ભારત રત્ન” થી સન્માનિત કર્યા.

શિક્ષાના ક્ષેત્રમાં તેમના યોગદાન ને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ 11 નવેમ્બર ને રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે મનાવવાનો માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 11 સપ્ટેમ્બર 2008 ના દિવસે ફેસલો કરવામાં આવ્યો અને 11 નવેમ્બર 2008 થી રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઈ. આવતીકાલે 15મો રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.