Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા શુક્રવારે ગુજરાતના પ્રવાસે હતા તેઓએ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડના સમર્થનમાં શહેરના સામા કાંઠે એક ચુંટણી સભા સંબોધી હતી.

સભા પૂર્ણ થયા બાદ કાઠીયાવાડીની વખણાતી આતિથ્ય ભાવના ઉજાગર કરતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નડ્ડાને પાણી પીવડાવ્યું હતું. વિજયભાઇની સહજતાથી જે.પી. નડ્ડા પણ ખુશ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.