Abtak Media Google News

13પ નિર્દોષનો ભોગ લેવાના ગુનામાં ઓરેવા કંપનીના મેનેજર સહિત શખ્સો સામે ગુનો નોંધાયો ‘તો

રાજયભરમાં હાહાકાર મચાવનાર મોરબી ઝુલતા પુલની દુર્ધટનામાં 13પ લોકોના ભોગ લેવાની ગોજારી ઘટનામાં જેલ હવાલે રહેલા નવ પૈકી આઠ શખ્સોની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે. એક શખ્સની જામીન અરજી પેન્ડીંગ રાખી છે.

Advertisement

ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દન્સિંગ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.

જેથી જેલમાં બંધ નવ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે જામીન માટેની અરજીમાં પણ તારીખો પડી હતી અને હિયરીંગ કરવામાં આવ્યા બાદ આજે જામીન અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં આઠ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે અને કોર્ટે જામીન નામંજૂર કરતા આરોપીઓને હાલ કોઈ રાહત આપવામાં આવી નથી જયારે એક આરોપી દેવાંગ પ્રકાશ પરમાર નામના આરોપીની જામીન અરજી પેન્ડીંગ છે જેના પર બાદમાં હુકમ સંભળાવવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.