Abtak Media Google News

પરિવારના પુત્ર બાદ માતાનું મોત સોની સમાજમાં ઘેરા પ્રત્યાઘાત: વ્યાજખોરોએ તાકીદે ઝડપી લેવા માગ

યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરના સોની પરિવારે કરેલા સામુહિક આપઘાતના પ્રયાસમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા યુવાનને વ્યાજના ગુનામાં સંડોવાયેલા શખ્સના પિતાએ પોલીસના ડર વિના હોસ્પિટલે જઇને ધમકી દઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા શહેર પોલીસની નિષ્ઠા સામે અનેક સવાલો થઇ રહ્યા છે. સોની પરિવારના માતા-પુત્રના મોતથી સોની સમાજમાં રોષ સાથે અરેરાટી મચી ગઇ છે. જાણીતા એડવોકેટ મનિષભાઇ પાટડીયાએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કિર્તીભાઇ ધોળકીયાના ખબર અંતર પૂછી પોલીસની ઢીલી નિતી અંગે વિરોધ વ્યક્ત કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી સોની પરિવારને મરવા મજબુર કરનાર વ્યાંજકવાદીઓને કોઇની શેહ શરમમાં આવ્યા વિના પોલીસે તાકીદે ઝડપી લેવા માગ કરી છે.

Vlcsnap 2022 11 24 09H59M52S109

સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં ગત તા.19મીએ વ્યાજના ધંધાર્થીઓની ધાક ધમકીથી કંટાળી પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા પી કરેલા આપઘાતના પ્રયાસ બાદ યુવાન પુત્રના મોત બાદ તેની માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હત્યાની કોશિષ અને વ્યાજના ગુનામાં સંડોવાયેલા નામચીન સંજયરાજસિંહ ઝાલા સહિત ચાર સામે પોલીસે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મિલાપનગર શેરી નંબર 2માં રહેતા કિતીઈભાઇ હરકિશનભાઇ ધોળકીયા (ઉ.વ.47), તેમના પત્ની માધુરીબેન (ઉ.વ.42) અને પુત્ર ધવલ ધોળકીયા (ઉ.વ.25) વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન ધવલ ધોળકીયા અને તેની માતા માધુરીબેનનું મોત નીપજ્યું છે.

Vlcsnap 2022 11 24 10H00M19S509

ધવલ ધોળકીયાના મૃત્યુ પહેલાં પોલીસમાં લખાવેલી ફરિયાદમાં તેઓએ ધંધા માટે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી 10 લાખ, સાલીની સાડીવાળા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂા.50 હજાર, ત્રિકોણબાગ નજીક બેસતા મહેબુબશા પાસેથી રૂા.8 લાખ અને કેવડાવાડીના ધવલ સમીર મુંધવા પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાથી તેઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ઢેબર રોડ પર આવેલી ધોળકીયા ઝેરોક્ષ નામની દુકાન લખી આપવા દબાણ કરવામાં આવતું હતું. વ્યાજના ચાર ધંધાર્થી પૈકી એક શખ્સની ધરપકડ કરી અન્ય શખ્સની ધરપકડ કરવામાં નિષ્ફળ રહેતા એડવોકેટ મનિષભાઇ પાટડીયાએ સોની સમાજ કુમળો સમાજ છે તેઓને અવાર નવાર વ્યાજખોરો દ્વારા ત્રાસ દેવામાં આવે છે. આ પહેલાં પણ સોની સમાજ દ્વારા સામુહિક આપઘાતના બનાવ બન્યા છે. ત્યારે પોલીસ દ્વારા આવા વ્યાંજકવાદીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.