Abtak Media Google News

મેટોડા તરફ જતી કારને એસ.એસ.ટી ટીમે શંકાસ્પદ નાણાં સાથે પકડી પાડી આવકવેરા વિભાગને તપાસ શોપી

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજ રોજ છે.ત્યારે મતદાનની ગણતરીની કલાકો પહેલાં જ બુધવારે સંધ્યા સમયે લોધિકા પંથકના એક રાજકીય અગ્રણી રૂ.10 લાખની રોકડ સાથે પકડાતા ચકચાર મચી જવા પામી છે, કાર ખીરસરાથી મેટોડા તરફ જઈ રહી હતી ત્યારે ચેક પોસ્ટેએસએસટી ટીમ દ્વારા શંકાસ્પદ નાણાં પકડી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી, જ્યારે મતદારોને રિઝવવા માટે નાણાં લઇને નીકળ્યા હોવાનું પણ ચર્ચાતા વધુ તપાસ આયકર વિભાગે તપાસ હાથ ધરી છે.

વિગતો અનુસાર રાજકોટ કાલાવડ હાઇવે પર ખીરસરા પોલીસની ચેક પોસ્ટ નજીકથી બુધવારે સાંજે એક આઇ-20 કાર પસાર થતાં પોલીસ અને સર્વેલન્સની ટીમે કાર અટકાવી હતી. પોલીસે તલાશી લેતા કારમાંથી રૂ.10 લાખની રોકડ મળી આવી હતી, પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લોધિકાના ચીભડા ગામનો દિનેશ દાફડા હોવાનું કહ્યું હતું, પોલીસે રકમ જપ્ત કરી આ અંગે જાણ કરતાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી.

સમગ્ર ઘટના અંગે રાજકોટ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડાએ જણાવ્યું હતું કે, દિનેશ દાફડા તેમના નાના ભાઇ છે, અને દિનેશના પત્ની ચીભડા ગામના સરપંચ છે, ચીભડામાં રહેતા માયા રત્ના વસોયાએ ડૈયા ગામમાં આવેલી તેની ખેતીની જમીન વેચી હતી તેના પૈસા આવ્યા હતા અને માયા વસોયાએ મેટોડામાં એક દુકાન ખરીદ કરી હતી તે દુકાનના પૈસા આપવા માયા વસોયા સાથે નીકળ્યા હતા, આ રકમ માયા વસોયાની હતી અને તે અંગેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.પરંતુ મતદાનનોને રિઝવવા નાણાં લઈ જતા ચર્ચાએ જોર પકડ્યું હતું એટલું જ નહીં દિનેશ દાફડા રોકડ સાથે ઝડપાયો ત્યારે કલાકો સુધી ચર્ચાઓ ચાલી હતી, પરંતુ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો પહોંચી જતાં મામલો દફતરે લેવાની તંત્રને ફરજ પડ્યાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ પૂછતાછર્તા જાણવા મળ્યું હતું કે રોકડ રકમ દુકાનની ખરીદી કરવા માટે જ હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.