Abtak Media Google News

કરણ જોડિયા સંતાનો એક પુત્ર-એક પુત્રીનો પિતા બન્યો: પુત્રનું નામ રાખ્યું યશ, અને પુત્રીનું નામ રાખ્યું રૂહી

સરોગસી બિલ સંસદમાં છે ત્યારે નિર્દેશક કરન જોહર સિંગલ પેરેન્ટ બની ગયો છે. તેણે સરોગસી થકી બે જોડીયા બાળકો મેળવ્યા છે જોડીયા બાળકોમાં એક બેબી, એક બાબો છે. બેબીનું નામ રૂહી અને બાબાનું નામ યશ રાખ્યું છે.

સરોગસી બિલ સંસદમાં સર્વાનુમતે પસાર થઈ ગયું તો કોઈ પણ સિંગલ પુરૂષ સરોગસી થકી સંતાન મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે અભિનેતા તુષાર કપૂર પણ સરોગસી થકી એક પુત્રનો પિતા બન્યો છે.

કરન જોહરને જોડીયા સંતાનોનાં પિતા બનવા બદલ બોલીવૂડે બધાઈ આપી છે. જેમાં આલીયા ભટ્ટ, વ‚ન ધવન, સિધ્ધાર્થ મલ્હોત્રા, મનીષ મલ્હોત્ર, ફરાહ ખાન, શની મુખરજી, શાહરૂખ ખાન, ગૌરી ખાન, સોહૈલ ખાન, રોનીત રોય, પ્રિયંકા ચોપરા, સુશાંતસિંઘ રાજપૂત, તુષાર કપૂર, સોનાલી બેન્દ્રે, રીતેશ દેશમુખ, રાના દાગુબટ્ટી, વીરદાસ, તુષાર કપૂર,એકતા કપૂર, આદિત્ય ચોપરા વિગેરે સામેલ છે.

કરન જોહરે આત્મકથા અનસૂટેબલ બોય બહાર પાડી ત્યારે પિતા બનવાની ઈચ્છા જાહેર કરી હતી ત્યારે તેણે એમ પણ જણાવ્યું હતુ કે આલિયા ભટ્ટ, વરૂન ધવન અને સિધ્ધાર્થ મલ્હોત્રા મારા બાળકો જેવા જ છે.

કરન જોહરે પુત્રનું નામ યશ રાખ્યું છે. જે તેના પિતાનું નામ યશ જોહર છે. જયારે પુત્રીનું નામ રૂહી રાખ્યું છે. જે તેની માતા હીરૂનું ઉલ્ટું રૂહી થા છે. ટુંકમાં કરને સમજી વિચારીને નામ રાખ્યા છે. તેણે ટિવટર પર લખ્યું હતુ કે મારૂ લાઈફ લોંગ ડ્રીમ પૂરૂ થયું હું સિંગલ પેરેન્ટ બનીને એટલો બધો ખુશ થયો છું કે જેનું વર્ણન હું સોશિયલ મીડીઆ પર કરી શકું તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.