Abtak Media Google News

બુદ્ધ મતના પ્રમુખ સિદ્ધાંતો અને લક્ષ્યોમાંનું એક એટલે ’મૃત્યુ પછી નિર્વાણ’.સદાચારિ અને ધર્મસમ્મત જીવન જીવી જનારા ભગવાન બુદ્ધના 80 વર્ષે નિધન થયુ એને વાસ્તવિકતામાં ’મહાપરિનિર્વાણ’ કહેવાયુ.જેનો અર્થ સાંસારિક જિવન અને ઇચ્છાઓથી મુક્તિ , સાંસારિક પિડા અને જીવનચક્રથી મુક્તિ.આવુ જ જિવન જીવી અને 6 ડિસેમ્બર ,1956 ના દિવસે સવારે જયારે પત્ની સવિતાબાઇ ઉઠાડવા ગયા ત્યારે નિશ્ર્ચેતન અવસ્થામાં પરમને પામી ગયેલા ડો.આંબેડકર જીવી ગયા.જેઓ જિવનભર વ્યકિતગત સ્વાર્થ અને સત્તાના મોહથી પરે ઉઠી અને સમાજના સદીઓથી તરછોડાયેલા એક તબક્કાના સામાજિક-આર્થિક અને રાજનીતિક ઉત્થાન માટે સમગ્ર જીવન આહુત કરનાર ડો.આંબેડકરજીના નિધનને તેમના આ કાર્યોના પ્રતાપે જ એમના નિધનને એમના અનુયાયીઓ ’મહાપરિનિર્વાણ’ તરિકે ન માત્ર ઓળખાવે છે.પરંતુ ભગવાન બુદ્ધ પછી એમને ગુરુસ્થાને માને છે.જે સંવિધાન થકી આજે દેશ આખો પ્રશાસનિક દ્રષ્ટીએ સંચાલીત થઇ રહ્યો છે એ સંવિધાનના જનક , મહાન કાનૂનવિદ , રાષ્ટ્રનાયક એવા ડો.ભીમરાવ રામજી આંબેડકરની 67 મી પૂણ્યતિથીને આજે આખો દેશ એમના ’મહાપરિનિર્વાણ દિન ’ તરિકે મનાવી રહ્યો છે.

જન્મથી લઇ અને જીવન પર્યંત જેમણે હરકદમ પર તિરસ્કાર અને છુઆ-છૂતનો પ્રત્યક્ષ પોતાના જીવનકાળ દરમ્યાન અનુભૂતિ કરિ પછી એ શિક્ષા હોય કે વ્યવસાય.ભારતિય સમાજ વ્યવસ્થામાં પ્રાચિન સમયે વ્યાપ્ત કાર્ય આધારિત વર્ણ વ્યવસ્થાએ કયારે જાતિનું સ્વરુપ લઇ લીધુ એના માટે તો અનેક ઇતિહાસવિદો અને સંશોધકોના મતમા મતમતાંતર છે.પરંતુ એના વરવા પરિણામો તો સામે ત્યારે આવ્યા જ્યારે આ કુપ્રથા ઉપર ધર્મનો સિક્કો લાગી ગયો.મૌલીક ચિંતનકાર એવા ડો.આંબેડકરે 1916 થી 1936 સુધી લગાતાર 20 વર્ષ સુધી આ વિષય પર સંશોધન અને ચિંતનના અંતે ’અનનિહિલીશેન ઓફ કાષ્ટ’ પુસ્તક પ્રકટ કર્યુ જેમા એમણે જાતિગત વિષમતા , દલીત સમસ્યાની ઉત્પતિ , આર્ય-અનાર્યોના જગડાઓ વિષે વિસ્તારથી લખ્યુ એ પહેલા 1916 માં ’કાસ્ટ ઇન ઇન્ડિયા’ નામક શોધપત્ર અમેરિકામાં માનવવંશ શાસ્ત્ર પર પ્રસ્તુત કરેલુ.એ સમયે એમણે વ્યકત કરેલા વિચારોને 2022 ની ગુજરાતની 16મી વિધાનસભાની ચુંટણી સંદર્ભમાં મુલવીએ ત્યારે ખબર પડે છે કે સમાજ પોતાની જાતિગત અસ્મિતાને લઇને કેટ-કેટલા વાડાઓ અને પેટાજાતિઓમાં વહેંચાઇ ગયો છે.ત્યારે જહોન માલ્કમ નામના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક અફસરે 1813 મા બ્રટીશ પાર્લામેન્ટમાં અંગ્રજોએ ભારત પર રાજ કરતી વખતે શું કરવુ ? શું ન કરવુ ? એનો ચિતાર આપતા કહેલુ જયાં સુધી આ ભારતિય સમાજ જાતિઓમાં વિભકત છે અને ભારતમાં આ જાતિભેદ કાયમ રાખશો ત્યાં સુધી બ્રિટીશ રાજ સામે કોઇ પડકાર નથી.25 નવેમ્બર , 1949 ના એમના ભાષણમાં એમણે કહેલુ કે ભારતે ભારતિયોની બેવફાઇ અને દ્રોહના કારણે જ એમની આઝાદી ગુમાવી છે.મહમદ બિન કાસિમે જ્યારે સિંધ પર આક્રમણ કર્યુ ત્યારે મદદ કરવા માટે રાજા દાહિરનો જે સેનાની દેશ સાથે ગદ્દારિ કરિ ગયો તે હિંદુ હતો.એ જયચંદ હતો ,જેણે મહમદ ઘોરીને બોલાવ્યો. તો શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજ માટે ઓરંઝેબ સામે લડતા હતા ત્યારે મરાઠા સરદારો જ એમની વિરોધમા ગયેલા.

દેશભક્તિ અને પોતાના ઘર્મ પ્રત્યેની શ્રદ્ધા બચપણથી , માતા-પિતા અને પારિવારિક સંસ્કારોના કારણે રામ-કૃષ્ણના ભજનો અને મરાઠી અભંગો નસે-નસમાં વ્હેતા એવા ડો.આંબેડકરે સામાજિક અને રાજનીતિક જીવનમાં પોતે અને પોતાના બંધુઓ પ્રત્યે તિરસ્કારની ભાવનાનો અનુભવ કર્યો ત્યારે દેશને એક સુત્રતાના તાંતણે જકડી રાખવા ચાબહાર તળાવ , કાલારામ મંદિર અને મ્હાડ સત્યાગ્રહો પછી કથિત સવર્ણોએ જે શારીરિક અને માનસિક પીડા આપી ત્યારે 1935 માં ગાંધીજી સન્મુખ એ સત્ય ઉચાર્યુ કે હું જન્મે ભલે હિન્દુ હોઉં , પરંતુ હુ હિન્દુ તરિકે મૃત્યુ નહી પામુ.આ સમયે જ ધર્મ પરિવર્તન માટેનો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો ત્યારે મુસ્લીમ અને ઇસાઇ ધર્મના અનેકોએ એમને પ્રલોભન આપ્યુ પરંતુ સંત ગાડગે બાબાને અંગત રિતે પોતાના માર્ગદર્શક માનતા બાબાસાહેબે 21 વર્ષે ઓકટોબર ,1956 માં દિક્ષાભૂમિ નાગપૂર ખાતે હિન્દુ ધર્મના અભિન્ન અંગ અને અવતારિ ભગવાન બુદ્ધના શાંત અને પ્રેમરુપી શરણે જવાનો નિશ્ર્ચય કરિ અને એનેજ અનુસર્યા.

અહીં એમણે હિંસાના માર્ગે દેશને અરાજકતા તરફ લઇ જનારા સતાવાંચ્છુક નકસલવાદી વિચારધારાને એક સાફ સંકેત આપ્યો કે દેશને અસ્થિર કરનારા કોઇપણષાંદોલનને એમનુ સમર્થન નથી.સંવિધાન સભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર પ્રસાદે લેખન સમિતિના અધ્યક્ષ ડો.આંબેડકરે અન્ય સદસ્યોની નિષ્ક્રિયતાના પરિણામે સંવિધાન નિર્માણ પાછળ કરેલા પરિશ્રમ માટે કહેલુ કે ડો.આંબેડકર સભાગૃહના આદરપાત્ર છે એમના આ મહાન કાર્ય માટે રાષ્ટ્ર સદૈવ એમનુ રુણી રહેશે.આ સંવિધાનના રચનાકાર ડો.આંબેડકરે એ સોંપતિ વખતે પૂરી ગંભીરતા સાથે ચેતવણી આપેલી કે રાજનીતિક પાર્ટી રાષ્ટ્રહિત સાપેક્ષ પક્ષહિત અધીક માનસે ત્યારે સ્વતંત્રતા ખતરામાં પડશે ,દેશના લોકોને અંધ વ્યકિત પૂજા થી દુર રહેવા ચેતવ્યા ભલે એ વ્યકિત કેટલો પણ મહાન રાજનયિક હોય ,જનતા એ પોતાના આર્થિક અને સામાજિક હિતો માટે સંવૈધાનિક માર્ગના અનુસરણની સલાહ આપેલી , રાજનીતિક સ્વાતંત્ર્યની સાર્થકતાની સાથે સામાજિક સમતા અને બંધુતા ને પ્રાથમિકતા ઉપર ભાર મૂકયો.વર્તમાન પરિપ્રક્ષ્યોમાં જયારે રાજનીતિક સર્વોપરિતામાં વ્યકિત કે પરિવાર પૂજા જ મહાન બની હોય ત્યારે જોઇ શકાય છે કે સામજિક સ્વતંત્રતા અને બંધૂતા કેટલી હદે ભયમાં આવી છે.પોતાના આ તમામ વિચારોને ન માત્ર વકતવ્યો પરંતુ અનેક પુસ્તકોના લેખન સ્વરુપે અને 36 વર્ષ સુધી અથાક પરિશ્રમરુપી પત્રકારિતાના માધ્યમ થકી પાંચ અખબારોનું પ્રકાશન અને લેખન કરનારા દેશના મહાનપુત્ર અને ભારતનું રતન એવા ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને એમની 67 મી પૂન્યતિથીએ નમન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.