Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે.ત્યારે ઉમેદવારોએ પ્રચાર દરમિયાન કરેલ ખર્ચ તંત્રમાં રજુ કરવાનો હોય છે. પરંતુ ટંકારા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તેમજ મોરબી માળીયા બેઠક પર અપક્ષ ઉમેદવારે પોતે કરેલ ખર્ચઓ પૂરતો હિસાબ ન આપતા નોટિસ ફટકારવામાં આવી છે.  મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ચૂંટણી પ્રચાર દરમિયાન 07.09 લાખ ખર્ચ્યા, પણ હિસાબમાં 03.25 લાખ દેખાડ્યા છે.

Advertisement

જયારે  દુર્લભજીભાઈએ 11.66 લાખ ખર્ચ્યા હોવા છતાં તેમણે તંત્રમાં અમુક સભાઓ-રોડ શોનો ખર્ચ ન દેખાડ્યો હોવાથી તંત્ર દ્વારા બંને ઉમેદવારો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે બીજી તરફ મોરબી- માળીયા બેઠકમાં ભાજપના કાંતિલાલ અમૃતિયાએ 10,59,667, કોંગ્રેસના જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલે 3,30,800 અને આપના પંકજભાઈ રાણસરીયાએ 4,13,676 તેમજ અન્ય 12 ઉમેદવારોએ 54 હજાર સુધીનો ખર્ચ કર્યો છે. જયારે અપક્ષ અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયાએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. તેમજ અન્ય અપક્ષ નિરુપાબેન નટવરલાલ માધુએ પણ હિસાબ રજૂ ન કરતા નોટિસ અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.