Abtak Media Google News

સિંધરોટ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન સયાજીગંજના પાયલ કોમ્પલેક્ષમાંથી બે ડ્રમ જેટલા ડ્રગ્સનો જંગી જથ્થો એટીએસએ કબજે કર્યો

એટીએસની ટીમ તાજેતરમાં જ સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરી 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી રૂા.478.65 કરોડનો જથ્થો ઝડપ્યો હતો. જે બાદ તે કેસમાં પકડાયેલા આરોપીને સાથે રાખી આજે એટીએસ ટીમે સયાજીગંજમાં શરૂ કરેલી તપાસમાં એક દુકાનમાંથી 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પડાયું હતું. જેની કિંમત અંદાજે રૂા.500 કરોડ આંકવામાં આવી રહી છે. જો કે એફએસએલના રિપોર્ટ બાદ નક્કી થશે કે તે કયું ડ્રગ્સ છે.

Img 20221207 143011

વિગતો મુજબ એટીએસની ટીમે સિંધરોટ ગામે દરોડો પાડી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રૂા.478.65 કરોડનું 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળ્યું હતું. એટીએસે સૌમીલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક (એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પિટલ પાસે, સુભાનપુરા), શૈલેષ ગોવિંદભાઈ કટારિયા (ભાગ્યલક્ષ્મી સોસાયટી, રિફાઈનરી રોડ), વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામા (શ્રમમંદિર, સિંધરોટ), મો.શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દિવાન (ફૈજલ પાર્ક, નડિયાદ) અને ભરત ભીમાભાઈ ચાવડા (પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રી રોડ)ની ધરપકડ કરી હતી.

Img 20221207 143133

ત્યારબાદ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી ભરત ચાવડાની કબૂલાતના આધારે એટીએસે સુભાનપુરા સમતા ચાર રસ્તા પાસે એક સરકારી કંપનીના કમ્પાઉન્ડની પાછળ કચરાપેટી પાસે સંતાડેલો રૂા.8.85 કરોડનો 1.770 કિલો એમડીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને લઇને એટીએસે મંગળવારે સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સની બંધ દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બે ડ્રમમાંથી 100 કિલો ડ્રગ્સ મળ્યું હતું. એટીએસ દ્વારા તેનું એફએસએલ દ્વારા પરીક્ષણ કરાવાશે. આરોપીઓ દ્વારા પાયલ કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રખાઈ હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે,ભરત ચાવડાના પુત્ર હર્ષ મારફતે મેફેડ્રોન ભરેલી થેલી સાગરીત અશોક જીવણલાલ પટેલને આપી હતી. જે જથ્થો સમતા ચાર રસ્તા પાસે અશોક પટેલે છુપાવ્યો હતો. સિંધરોટમાં રેડ પડી છે તેવી ખબર પડતાં ભરત ચાવડાએ જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવતા એટીએસની ટીમે તપાસ કરી ડ્રગ્સનો જંગી જથ્થો પકડી પાડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.