Abtak Media Google News

“કૃષ્ણમ વંદે જગતગુરૂમ”

  • તા.24 થી 30 ડીસેમ્બર શ્યામભાઇ ઠાકરના શ્રીમુખે કથા શ્રવણનો મળશે લાભ: સિંહ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષમણી વિવાહ, ગોવર્ધન ઉત્સવ સહિતના યોજાશે ધાર્મિક કાર્યકમો
  • કસુંબીનો રંગ, શ્રીનાથજીની ઝાંખી, સાંયરામ દવેનો હાસ્ય દરબાર, ડો. ભદ્રાયુ વચ્છરાજાનીના વકતત્વ યોજાશે

એંજલ પમ્પસ એન્ડ મોટર્સ વાળા શિવલાલભાઇ આદ્રોજા પરિવાર દ્વારા જામનગર મુકામે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ ભાગવત સપ્તાહની પોથીયાત્રા તા. ર4 ડીસેમ્બર ને શનિવારના રોજ સવારે 8.30 કલાકે નિકળશે. આણંદબાવા સેવા સંસ્થા સંચાલીત શ્રી રામચરિત અન્નદ આરોગ્ય ભવન, ધોરીવાવ, રણજીત સાગર ડેમ રોડ જામનગર ખાતે યોજાનાર આ ભાગવત સપ્તાહમાં શ્યામભાઇ ઠાકરની અમૃતવાણીનો લાભ મળશે. આ પ્રસંગે દેવ પ્રસાદજી મહારાજ (પૂ. બાપુશ્રી)ની શુભપ્રેરક ઉ5સ્થિત હશે.

તા. ર6 ડીસેમ્બરને સોમવારના રોજ નૃસિંહ જન્મ, તા.ર7 ડિસેમ્બરને મંગળવારના રોજ કૃષ્ણજન્મ તથા તા. ર8 ડિસેમ્બરને બુધવારના રોજ ગોવર્ધન ઉત્સવ તથા તા. ર9 ડિસેમ્બરને ગુરુવારના રોજ રૂક્ષમણી વિવાહના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.

તા.ર9 ડીસેમ્બરને શુક્રવારના રોજ આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ યોજાશે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ દરમ્યાન તા. ર4 ડીસેમ્બરને રવિવારના રોજ રાત્રે 8.30 કલાકે કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાશે તથા તા. ર7ને મંગળવારના રોજ શ્રીનાથજીની ઝાંખી તથા તા. ર9ને ગુરુવારના રાત્રીના 8.30 કલાકે સાંયરામ દવેનો હાસ્ય દરબાર તેમજ તા.રપ ને રવિવારના રોજ સવારે 9 વાગ્યે ડો. ભદ્રાયુ વચ્છરાજાનીનું વકતવ્ય સહિતના કાર્યક્રમો યોજોશ.

દરરોજ કથાનો સમય સવારે 9 થી 1 વાગ્યા સુધીનો છે. કથા શ્રવણ બાદ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખેલ છે.

આદ્રોજા પરિવારના શિવલાલભાઇ આદ્રોજા, રેખાબેન આદ્રોજા, અશ્ર્વિનભાઇ આદ્રોજા,  રંજનબેન આદ્રોજા, કિરીટભાઇ આદ્રોજા, વર્ષાબેન આદ્રોજા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, તૃપ્તિબેન આદ્રોજા, રઘુભાઇ ટીલવા, અંકિતાબેન ટીલવા અને ધ્રુવ કીરીટભાઇ આદ્રોજા, સાહિલ અશ્ર્વિનભાઇ આદ્રોજા, વૃજ પ્રજ્ઞેશભાઇ આદ્રોજા, ઘ્યાનીબેન જીજ્ઞેશભાઇ આદ્રોજા, આદ્રોજા પરિવારે આ ભાગવત સપ્તાહમાં યોજાનાર તમામ કાર્યક્રમોમાં નકકી કરેલા ડ્રેસ કોડમાં કપડા પહેરી ઉ5સ્થિત રહી ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે.

શ્રીમદ ભાગવત સપ્તાહનું ‘અબતક પરિવાર‘ને સ્નેહ ભર્યુ નિમંત્રણ

એન્જલ પંપ એન્ડ મોટર્સ વાળા શિવલાલભાઈ આદ્રોજા પરિવાર દ્વારા જામનગર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાના હજારો ભાવિકોને ધર્મ લાભ આપવાના યજ્ઞમાં “અબતક” પરિવારને ભાવભર્યું નિમંત્રણ આપવા આવેલા. મુકેશભાઇ દોશી અને કીરીટભાઇ આદ્રોજાએ અબ તક પરિવારના સતિષભાઈ મહેતા ને સપ્તાહનું ભાવભેર આમંત્રણ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.