Abtak Media Google News

મધનો ઉપયોગ ભારતમાં પ્રાચીન સમયથી ન માત્ર ખાદ્ય પદાર્થના રૂપમાં પરંતુ ધાર્મિક અને પૂજા-પાઠમાં પણ થતો આવ્યો છે. મધ આરોગ્ય માટે અત્યંત ગુણકારી હોય છે. અમૃત સમાન મધ શરીરને સ્વાસ્થ્ય, સુંદર, ઉર્જાવાન અને નિરોગી બનાવી રાખે છે. દરરોજ મધનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેના કારણે બીમારીઓ પાસે ફરકતી નથી.

Whatsapp Image 2022 12 13 At 10.21.45 Am 1

મધનું સૌથી ખાસ ગુણ એ છે કે તે ક્યારેય ખરાબ થતું નથી. મધ જેમ-જેમજૂનું થતું જાય છે તેમ-તેમ તે વધુ ઉપયોગી થતો જાય છે. આયુર્વેદમાં મધને અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે. આમ તો બધી ઋતુમાં મધનું સેવન લાભકારી છે, પણ ઠંડીમાં તો મધનો પ્રયોગ વિશેષ લાભકારી હોય છે અને ડોક્ટર પણ મધ ખાવાની સલાહ આપે છે. કારણ કે મધથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. બાળકોને હેલ્થી રાખવા એક નાની ચમચી મધમાં એક બદામ પીસીને દરરોજ ચટાડવી. આવું કરવાથી બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

Whatsapp Image 2022 12 13 At 10.21.45 Am 2

ઠંડા પાણીમાં મધ મિક્ષ કરી સેવન કરવાથી ત્વચાનો રંગ નિખરે છે અને ત્વચા બેદાગ બને છે. ચહેરો ખીલી ઊંઠે છે. આ સાથે દરરોજ એક ગ્લાસ દૂધમાં ૨૫ ગ્રામ મધ મિક્ષ કરીને જરૂર પીવું જોઈએ આનાથી શરીરને તાકાત મળે છે. મધ બધી સિઝનમાં ખાઈ શકાય છે પરંતુ શિયાળામાં તેના ખાસ ફાયદા થાય છે. આ ઉપરાંત જો તમને આંખોની સમસ્યા હોય, કફ, અસ્થમા અને હાઈબ્લડપ્રેશરની સમસ્યા હોય તો દરરોજ મધનું સેવન કરવાથી આ તમામ સમસ્યા નિયંત્રણમાં રહે છે.

Whatsapp Image 2022 12 13 At 10.21.45 Am 4

એક નાની ચમચી ત્રિફળા અને એક ચમચી મધ મિક્ષ કરી રાત્રે સૂતા સમયે ખાઈ લેવું અને ઉપરથી દૂધ પી લેવું. પેટ સંબંધી તમાત રોગો દૂર થઈ જશે. નિયમિત રીતે ઓછામાં ઓછી બે ચમચી મધનું સેવન કરવાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે. મધ શરીરને સ્વસ્થ, સુંદર અને સુડોળ બનાવવામાં મદદ કરે છે. નિયમિત રીતે દૂધ અને ચા સાથે મધ લેવાથી પેટના નાના-મોટા ઘા અને શરૂઆતી હરસ મસામાં પણ રાહત મળે છે. વાળ સંબંધી સમસ્યાઓ પણ આજકાલ વધી રહી છે. આવામાં દરરોજ બે ચમચી મધ ખાવું વાળ માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. જેથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જાય છે.

Whatsapp Image 2022 12 13 At 10.21.45 Am 3

જો તમને વારવાર કિડની અથવા સ્ટોનની સમસ્યા પરેશાન કરતી હોય તો નિયમિત રીતે લીંબૂ પાણીમાં મધ મિક્ષ કરીને પીવું જોઈએ. જેથી આ સમસ્યા દૂર થઈ જશે. દરરોજ મધનું સેવન કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે. આ સાથે પાચન તંત્ર પણ મજબૂત બને છે. ઘરડા લોકોનું પાચન તંત્ર નબળું થઈ જાય છે જેથી તેમના માટે મધ બહુ ફાયદાકારક હોય છે. નિયમિત રીતે મધનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને હૃદય સંબંધી બીમારીઓ થવાની સંભાવના પણ ઘટી જાય છે. માત્ર શરત એ જ કે કોઈપણ રીતે મધનું સેવન રોજ કરવું. શરદીને કારણે મોટાભાગે ગળામાં તકલીફ રહેતી હોય છે અને એમાંય ખરાશ તો થતી જ હોય છે. મધમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે જે બેક્ટેરિયાનો સફાયો કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.