Abtak Media Google News

ગુજરાત કોંગ્રેસે પણ મોઢા સીવી લીધા: જીતુભાઈ વાઘાણી

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શના સૌદાગર સંજય ભંડારી કે જેમની તપાસ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૬ ી કરાઇ રહી છે તેના અને ગાંધી પરિવારના જમાઇ રોબર્ટ વાઢરાના સંબંધો અંગે સિલસિલાબંધ વિગતો રજુ કરતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દે કેમ ચૂપ છે તેવો વેધક સવાલ કર્યો હતો. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના પગલે પગલે ચાલતા ટવીટરમાં તીવ્રતા દાખવતા રાહુલ ગાંધી કેમ ટવીટ કરતા ની ?

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે, રોબર્ટ વાઢરા સ્વીત્ઝરલેન્ડ ગયા હતા ત્યારે તેમના વિમાનની ટીકીટ સંજય ભંડારીએ ચૂકવી હતી. તેના પુરાવાઓ રજુ કરાયા હોવા છતાંય ગાંધી પરિવાર આ મુદ્દે ચુપ કેમ છે ?  રોબર્ટ વાઢરા દિલ્હી ી દુબઇ, દુબઇ ી ફ્રાન્સ, ફ્રાન્સ ી સ્વિત્ઝરલેન્ડ ગયા હતા. જો રોબર્ટ વાઢરા અને સંજય ભંડારી વચ્ચે વ્યાપારિક સંબંધો નહોતા, એકબીજાને તેઓ ઓળખતા નહોતા તો સંજય ભંડારીએ બુક કરાવેલી ટિકીટ પર તેમને પ્રવાસ કેમ કર્યો તેની વિગતો દેશ જાણવા માંગે છે.

શોના સોદાગર સંજ્ય ભંડારીએ રોબર્ટ વાઢરાના લંડનમાં આવેલા બંગલાનું રીપેરીંગ અને રીનોવેશન કરવા પાછળ ૨૧ કરોડનો ખર્ચ કયો છે. સંજય ભંડારીની સામે શોના સોદાની તપાસ ચાલી રહી છે. દેશ જાણવા માંગે છે કે કયા સંબંધોને આધારે આ ખર્ચ કરવામાં આવ્યો હતો તેનો જવાબ દેશ સમક્ષ રોબર્ટ વાઢરા અને રાહુલ ગાંધીએ આપવો જોઇએ. શના દલાલ દ્વારા સ્વીસ બેંકમાંી ટ્રાન્ફર યેલી રકમ અંગે શું કહેવું છે ? તે નાણાંકીય વ્યવહારોમાં દલાલીની ગંધ આવે છે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતુ કે, ગુજરાતની કોંગ્રેસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અને ખાનગી ચેનલે રોબર્ટ વાઢરા અને સંજય ભંડારીના કતિ ભ્રષ્ટાચારના જોડાણની ચોખવટ કરવા માટે મૌન તોડવું જોઇએ. દેશની સલામતી સો યુ.પી.એ. શાસન દરમ્યાન કરવામાં આવેલા કાળા કરતુતો જ્યારે દેશ સમક્ષ ખુલ્લા ઇ રહ્યા છે. પુરાવાઓ સહિત ઘટસ્ફોટ ઇ રહ્યો છે ત્યારે ગુજરાતની જનતા કોંગ્રેસ પાસે ખુલાસો માંગે છે.જો રોબર્ટ વાઢરા અને સંજય ભંડારી વચ્ચે કોઇ જ અયોગ્ય વેપારી સંબંધો ન હોય તો રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર કેમ બદનક્ષીનો દાવો કરવા બહાર આવતા ની ? ક્રિમિનલ ફરિયાદ કેમ કરતા ની ? રોબર્ટ વાઢરા ફરીયાદ કરવા માંગે છે કે કેમ ? તેવા પ્રશ્નો કરીને કોંગ્રેસની સ્પષ્ટતા માંગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.