Abtak Media Google News

રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાની વાતો પર આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છેદ ઉડાડયો હતો અને ચૂંટણી સમયસર જ યોજાય તેવું જણાવ્યું હતું. રાજપીપળાના જીતનગર ખાતે આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સીએમ દ્વારા આ વાત કરવામાં આવી છે.

Cm Vijay Rupani 2 Cm Vijay Rupani 4

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે આજે ’વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રૂ.341 કરોડના ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.

Cm Vijay Rupani 1

આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ’હું નથી માનતો કે, વહેલી ચૂંટણી આવશે. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા દેવા નથી. અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ. ભાજપ કોઇ ચૂંટણીલક્ષી યોજના બનાવતી નથી. અમે તો પાંચ વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ. કોંગ્રેસ ચૂંટણી વખતે જ લોકો વચ્ચે જાય છે.’

કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉજવણી કરે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસના વિરોધની કોઈએ નોંધ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે.

Cm Vijay Rupani 5

રાજપીપળામાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હોવાથી નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી ’વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે રાજપીપળામાં જીતનગર ખાતે રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની પોતાના મકાનની ભેટ મળશે. બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.