Abtak Media Google News

ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ રાજય સરકારના ઇમ્પેકટ ફીને કાયદાનું સ્વરુપ આપ્યું તેને આવકારે છે પરંતુ તેની સમય મર્યાદા વધારા સાંસદ રમેશભાઇ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયા અને શહેરી વિકાસ મંત્રાલયને લેખીત રજુઆત

રાજય સરકાર દ્વારા ઇમ્પેકટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે જે અંતર્ગત રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને નિયત કડી શકાય છે. 1 ઓકટોમ્બર 2022 પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ રાજય સરકારના વટહુકમથી ઇમ્પેકટ ફીને કાયદાનું સ્વરુપ આપ્યું તેને આવકારે છે. પરંતુ તેની સમય મર્યાદા વધારીને અને ઉપલેટા પાલિકામાં ટાઉન પ્લાનીંગ ઇજનેરની જગ્યા ભરવા સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને શહેર વિકાસ મંત્રાલય, ગાંધીનગર ખાતે લેખીત રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉપલેટા ચેમ્બર્સ ઓય કોમર્સ સરકારના ઇમ્પેકટ ફીનો કાયદો લાવી લોકોને પોતાના બાંધકામ રેગ્યુલર કરવા માટે એક તક આપી છે. આ કાયદાથી નાના મોટા મકાનોમાં ફરેફાર કરેલ હોય તેવા લોકોને રેગ્યુલાઇઝ કરવા માટે સરકારએ તક આપી છે. આ ઇમ્પેકટ ફીનો કાયદો ગુજરાતમાં ત્રીજી વખત આવેલ છે. આ કાયદા માટે ટાઉન પ્લાનીંગ એન્જીનીયર નગરપાલિકા કે કોર્પોરેશનમાં કાયમી માટે હોવા જરુરી છે. ત્યારે ઉપલેટા નગરપાલિકા જ ઉપલેટા નગરપાલિકા નથી.  તો લોકો બિલ્ડર્સ કે નાના બાંધકામ વારા આ ઇમ્પેકટ ફીનો લાભ કઇ રીતે લઇ શકે આ માટે તપાસ કરતા જાણકારી મળેલ છે કે નગરપાલિકા મારફત લખીને ઉપર એન્જીનીયરની જગ્યા ભરવા માટે મોકલી આપેલ છે. તે મંજુરી કયારે થાય તે અચોકકસ છે.

સરકાર દ્વારા ઇમ્પેકટ ફી માટે બે માસ અરજી સ્વીકારવાની જાહેર કરવામાં આવેલ છે. તો આ ટુંકા સમયમાં લોકો આ ઇમ્પેકટ ફી નો લાભ કઇ રીતે લઇ શકે? એટલા માટે ઉપલેટા ચેમ્બર્સ ઓફ માંગ કરે છે કે ઉપલેટા નગરપાલિકામાં ટાઉન પ્લાનીંગ એન્જીનીયરની જગ્યા તાત્કાલીક ભરે તેવી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા માંગ કરવામાં આવી છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.