Abtak Media Google News

કોરોનાના રૂપ બદલાયા તેમ નવી નવી રસીઓ આવવાથી રસીની રસ્સા ખેંચ શરૂ થઈ હતી. હજુ પણ તે યથાવત જ છે.ઓમીક્રોનના નવા વેરીએન્ટ બીએફ 7 એ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે તેનાથી લોકોને સુરક્ષિત કરવા  નિષ્ણાતો કહે છે કે બૂસ્ટર ડોઝ તરીકે પ્રોટીન સબ્યુનિટ રસીઓનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તે મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ આપે છે.

ભારતીય એસએઆરએસ- સીઓવી-2 જેનોમિક્સ ક્ધસોર્ટિયમના ભૂતપૂર્વ વડા અને વાયરસ ઉત્ક્રાંતિ પર વિશ્વ આરોગ્ય સંસ્થાના તકનીકી સલાહકાર જૂથના અધ્યક્ષ અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે શ્રેષ્ઠ બૂસ્ટર પસંદગી તરીકે પ્રોટીન સબ્યુનિટ રસીઓનો પુરવઠો વધારવો જોઈએ,  સરકારે આ વર્ષની શરૂઆતમાં 18 અને તેથી વધુ વયના તમામ પુખ્ત વયના લોકોને કોવિડ-19 સામે બૂસ્ટર શોટ આપ્યા છે.  જો કે, ભારતની વસ્તીના માત્ર 27-28% લોકોએ આજ સુધી બૂસ્ટર ડોઝ લીધો છે.  નિષ્ણાતોએ સાવચેતીના ડોઝ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે

કોરોના કાચીંડાની જેમ રંગ બદલીને સાથે જ રહેવાનો છે!!

કારણ કે વૈશ્વિક સ્તરે કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

નિષ્ણાતો હેટરોલોગસ બુસ્ટિંગની ખાતરી આપે છે અને કહે છે કે પ્રોટીન આધારિત રસીઓ વધુ સારી છે.  ભારતમાં બે પ્રોટીન સબ્યુનિટ રસીઓ છે: બાયોલોજિકલ ઇની કોર્બેવેક્સ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવોવેક્સ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.