Abtak Media Google News

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB એ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ 2022 માટે સંપૂર્ણ સમયપત્રક બહાર પાડ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (ગુજરાત બોર્ડ)ની ધોરણ 10 પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે અને ધોરણ ૧૨ની પરિક્ષા 14 માર્ચે શરુ થશે. ગુજરાત બોર્ડ પરીક્ષા 2023નું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર વેબસાઇટ gseb.org પર બહાર પાડવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે GSEB વેબસાઈટ પર જઈને ગુજરાત બોર્ડ પરીક્ષા 2023નું ટાઈમ ટેબલ જોઈ શકશે.

ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવ્યો છે. ધો. 10ની પરીક્ષા 4 માર્ચથી શરુ થશે અને 28 માર્ચ સુધી ચાલશે. ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14થી શરુ થશે અને 29 માર્ચ સુધી ચાલશે અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14થી શરુ થશે અને 25 માર્ચ સુધી ચાલશે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ

14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી (દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર

12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર

તમને જણાવી દઈએ કે ગઈ કાલે ગુજકેટની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ૬ જાન્યુઆરીથી શરુ થશે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા. Www.gseb.org સાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.