Abtak Media Google News

મોરબીમા કોંગ્રેસના સ્નેહમિલનમાં ભાજપને ઉખેડી ફેંકવા આહવાન

મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક આજે જિલ્લા કોંગ્રેસ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અર્જુન મોઢવાડીયાએ જાહેરસભાને સંબોધી ભાજપ સરકાર ને આડેહાથ  લઈ પાટીદારને ઢોરની જેમ માર મારનાર ભાજપને ઉખેડી ફેંકવા આહવાન કર્યું હતું.

Arjun Modhvadiyaમોરબીમાં દિવાળી પર્વ બાદ પ્રથમવાર જિલ્લા કોંગ્રેસ નું સ્નેહમિલન યોજાયુ હતું.જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા હાજરી આપી હતી.અને મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે જાહેર સભાને સંબોધી હતી. સભામાં મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.અને કોંગ્રેસ ના શાસન દરમિયાન લોકો માટે સ્કૂલ કોલેજો અને દવાખાના લોક માટે વિનામૂલ્યે ઉપલબ્ધ હતા અને ભાજપે હતી તે સુવિધાઓ બંધ કાર્યનો આરોપ લગાવ્યો હતો.મોઢવાડિયાએ અનામત આંદોલન વખતે પોલીસે જે રીતે પાટીદાર યુવાનોને ઢોર માર મારયો હતો તે પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યું હતું. આ ઉપરાંત મોરબીના સીરામીક ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ, ઇલેકટ્રોનિક ઉદ્યોગ વગેરેને નોટબંધી અને જીએસટી ના કારણે ભારે નુકશાન પહોંચાયુ હોવાનું જણાવ્યું હતું.મોઢવાડિયાએ સોસિયલ મીડિયા માં વાયરલ થયેલા મારા હાળા છેતરી ગયાંના સૂત્રને જાહેરમાં દોહરાવી ભાજપે ચૂંટણી માં આપેલા વચન યાદ કરાવ્યા હતા.

કાર્યક્રમમાં મોરબીના કોંગી અગ્રણી બ્રિજેશ મેરજા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા, વાકનેર ધારાસભ્ય પીરજાદા, જિલ્લા પંચાયત ની કારોબારી સમિતી ના ચેરમેન કિશોર ચીખલીયા તેમજ વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા. દરમિયાન મોરબી ખાતે મળેલા કોંગ્રેસના સંમેલનમાં ભાજપના ૧૭ કાર્યકરોએ ભાજપનો ભગવો ખેસ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો,તમામ કાર્યકરોને અર્જુન મોઢવાડીયા અને અન્ય કોંગ્રેસ આગેવાનોએ આવકારી વિધિવત કોંગ્રેસ પ્રવેશ કરાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.