Abtak Media Google News

વિરાટ, રોહિતને ટી20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો !!!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં રમાનારી પ્રથમ ટી-20 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ જેએસસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. બીસીસીઆઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં ધોની નારિયેળ પાણી પીતા મેચ પહેલા પ્રશિક્ષણ સત્ર દરમિયાન ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હાર્દિક પંડ્યા અને તેના સાથી ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળી રહયા છે .

ભારતીય ક્રિકેટ ટીમને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર 41 વર્ષનો ધોની ખેલાડીઓ સિવાય ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સહિત ટીમ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ગુરુવારે સવારે ભારતીય ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ધોની સાથે તેના નિવાસસ્થાન પર લીધેવી બે તસવીરો શેર કરી હતી. તસવીરના કેપ્શનમાં હાર્દિકે લખ્યું હતું કે ‘શોલે 2 જલ્દી આવી રહી છે’. તસવીરમાં હાર્દિક પંડ્યા ધોનીની વિન્ટેજ બાઇક પર બેસેલો છે. ધોની તેની બાજુમાં બેસેલો જોવા મળે છે. આ તસવીર ધોનીના રાંચી સ્થિત ઘરની છે.

આજથી પ્રથમ ટી20 મેચ રાંચી ખાતે રમાવા જય રહ્યો છે જ્યારે

બીજી ટી20 મેચ 29 જાન્યુઆરી, લખનૌ અને તત્રીજો ટી20 મેચ 1 ફેબ્રુઆરી, અમદાવાદ ખાતે રમાશે. સામેની ટી20 સિરીઝમાં ભારતીય ટીમના જાતના ખેલાડીઓ જેવા કે વિરાટ કોહલી રોહિત શર્મા ને આરામ આપવામાં આવ્યો છે ત્યારે નવોદિત ખેલાડીઓ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતારશે અને વન-ડે શ્રેણી જે રીતે ભારતીય ટીમ કે જીતી તે રીતે ટી ટ્વેન્ટી સિરીઝ અંકે કરવા ટીમ મેદાનમાં ઉતરશે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરિઝ માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ સુકાની), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.