Abtak Media Google News

કોઈપણ વ્યક્તિ હોય તેને કોઈપણ એક સેલિબ્રિટી તેમના ફેવરીટ હોય જ છે અથવા તો તેઓ તેના ડાય હાર્ટ ફેન હોય છે ત્યારે રાજકોટના એક ફેન પોતાની કળાનું સુંદર ઉપયોગ કરીને દર્શન રાવલ માટેનું પોર્ટ્રેટ બનાવ્યું હતું. આ એક એવું પેઇન્ટિંગ હતું જેને જોઈને તમે પણ અમુક પળો માટે મંત્રમુગ્ધ થઈ જશો. બોલીવુડના ફેમસ સિંગર દર્શન રાવલ મંગળવારના રોજ સાંજે રાજકોટમાં સુનેહરી સાંજના કાર્યક્રમમાં ધમાકેદાર ગીતો ગાયને રંગીલા રાજકોટની રંગીલી જનતાના દિલ જીતી લીધા હતા ત્યારે તેમના એક ફેને વાળ કાપીને તે જ વાળનું પેઇન્ટિંગ બનાવ્યું હતું.

https://www.instagram.com/reel/Cn3-wTOpSHu/?igshid=MDM4ZDc5MmU=

દર્શન રાવલના આ ફેન નું નામ જય દવે છે જેણે પોતાના આર્ટ દ્વારા ખુદના વાળથી દર્શન રાવલનો પોટ્રેટ બનાવ્યો હતો. તેમને જાણ થઈ હતી કે રાજકોટ કોર્પોરેશન દ્વારા દર્શન થવાનો છે ત્યારે બધા પેઇન્ટિંગ અને અન્ય વસ્તુઓ તો ભેટમાં આપશે ત્યારે તેમને અનોખો વિચાર આવ્યો કે હું મારા જ વાળ કાપીને એક સરસ પેઇન્ટિંગ બનાવું. ત્યારે સતત ત્રણ દિવસની મહેનત બાદ આ ચિત્ર બન્યું હતું.

Whatsapp Image 2023 01 27 At 13.22.03

રાજકોટમાં આવું ક્યારેય નહીં થયું હોય કે કોઈ વ્યક્તિએ વાળનો ઉપયોગ કરીને અતિથિ માટે પેઇન્ટિંગ બનાવ્યું હોય ત્યારે જય દવે પોતાના વાળ કપાવીને દર્શન રાવલ માટે આ સુંદર મજાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ પેઇન્ટિંગ બનાવો તેમના માટે થોડું અઘરું હતું પણ  કહેવત છે ને કે હિમાંતે મર્દા તો મદદ એ ખુદા ત્યારે તેણે પેઇન્ટિંગ બનાવવામાં પોતાનો જીવ રેડી દીધો હતો.

Whatsapp Image 2023 01 27 At 13.21.52

જય દવે દ્વારા ઘણી કોશિશ કરવામાં આવી કે તેઓ દર્શન રાવલને મળે અને તેને આ પેઇન્ટિંગ આપે પરંતુ મેળ ન પડ્યો. અંતે જ્યારે દર્શન રાવલ હોટલ પરત આવ્યા ત્યારે જય દવે બોડીગાર્ડને રજૂઆત કરી અને બોડીગાર્ડ ની આંખ માં આંસુ આવ્યા. બોડીગાર્ડ એ કહ્યું કે હમણાં અમદાવાદમાં દર્શન રાવલનો કોન્સર્ટ છે ત્યાં તેઓ તેમને મળશે અને આ હાર્ટને હું તેમના સુધી પહોંચાડીશ જ તેઓ પ્રોમિસ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.