Abtak Media Google News

પરિવારજનો બાળકોને રાઇડ્સમાં બેસાડવા ગયા અને ગઠિયો 20 તોલા સોનાના દાગીનાની કળા કરી ગયો

શહેરના પોષ વિસ્તાર રેસકોર્સ રિંગ રોડ પર ફનવર્લ્ડ પાસે મેદાનમાં દશ મિનિટ માટે પાર્ક કરેલી આર્ટિકા કારનો કાચ તોડી તસ્કરો રૂ.8.20 લાખની કિમતનું 20 તોલાથી વધુ સોનાના દાગીના કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા.બનાવ અંગે ખાનગી બેંકમાં રિજનલ હેડ સેલ્સ તરીકે કામ કરતાં યુવાને પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સંતોષી ચોકમાં શીતલ પાર્ક-2 બ્લોક નંબર 14માં રહેતા બેંક કર્મચારી હરદીપસિંહ પરાક્રમસિંહ ઝાલાની ફરિયાદ પરથી પ્રનગર પોલીસે અજાણ્યા તસ્કરો સામે અર્ટિકા ગાડીનો ડાબી સાઇડનો કાચ તોડીને કારની ગાડીની સીટમાં વચ્ચે રાખેલ બે પર્સમાંથી રૂ.8.20 લાખના 20 તોલા સોનાના દાગીના ચોરી કરી ગયા અંગેનો ગુનો નોંધ્યો છે. યુવાનની ફરિયાદના આધારે પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ એ.એ.ખોખર સહિતના સ્ટાફે ફરિયાદ હાથધરી છે.

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ફરિયાદી હરદિપસિંહ ઝાલા શ્રોફ રોડ પર શારદા બાગ પાસે આવેલી આઈ.સી.આઈ.સી.આઈ રિજીયોનલ હેડ સેલ્સ તરીકે ફરજ બજાવે છે કે રામકુશન નગર શેરી નંબર-5માં રહેતા તેમના કાકાજી સસરા ગિરિરાજસિંહ જાડેજાને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. વેલપ્રસ્થાન સહિતની લગ્નની વિધિ પૂરી થયા બાદ રાત્રે સાળા મયુરસિંહની અર્ટિકા કાર લઈ ઘરે જવા રવાના થયા હતા. કારમાં હરવિજયસિંહ, ત્રણ મહિલા અને બે બાળકો હતો.

તે દરમિયાન કાર રેસકોર્સ રિંગ રોડ પર ફનવર્લ્ડ નજીકથી પસાર થતાં બાળકે રાઇડમાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરતા કાર ફનવર્લ્ડ નજીકના ગેટથી રેસકોર્સ મેદાનમાં કાર લીધી હતી અને કાર પાર્ક કરી તમામ લોકો નીચે ઉતર્યા હતા.બાળકોને રાઇડમાં બેસાડ્યાની દશ મિનિટ જ થઇ હતી. ત્યાં બાળકોએ ઠંડી લાગી રહ્યાનું કહેતા તેમને રાઇડમાંથી ઉતારી પરિવારજનો પરત પોતાની કાર પાસે પહોંચ્યા હતા. જ્યાં કારનો કાચ તૂટેલી હાલતમાં જોતા તમામના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. કારના કાચ ફૂટેલા હતા અને કારમાં બે મહિલાએ સોનાના દાગીના ભરેલા રાખેલા બે પર્સ પણ ગાયબ હતા.બે પર્સમાંથી અંદાજે રૂ.8.20 લાખના 20 તોલા સોનાના દાગીના ચોરી કરી ગયાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી.

ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટરના ગોડાઉનમાંથી કર્મચારીએ રૂ.36 હજારના મત્તાની કરી ચોરી

નાનામવા રોડ પર સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં રહેતા અને ઇલેક્ટ્રિક કામના પીજીવીસીએલના કોન્ટ્રાકટર વિપુલભાઈ અશોકભાઈ કનેરિયાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ દૂધસાગર રોડ પર જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ પાસે તેઓ ઇલેક્ટ્રિકનો સામાન તેમાં રાખતા હતા.

વિપુલભાઈના કોન્ટ્રાક્ટમાં નિલેશ વાલજી ચાવડા નામનો કર્મચારી પગારદાર તરીકે કામ કરતો હતો અને ગોડાઉનની એક ચાવી તેની પાસે રહેતી હતી. જેમાં નિલેશ ચાવડાએ ગોડાઉનમાં રહેલા આઇ. બીએમ પોલના રૂ.36,000ની કિંમતના ત્રણ પોલ ચોરી કરી ગયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે કોન્ટ્રાકટરની ફરિયાદ પરથી તેના કર્મચારી નિલેશ ચાવડા સામે ગુનો નોંધી આગળની તપાસ થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.આર.વાસાણીએ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.