Abtak Media Google News

સાયકલોફનમાં 5 કી.મી. અને 20 કી.મી.ની સાયકલ રાઈડ યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે તા.05/02/2023 ના રોજ સવારે 06:45 કલાકેકવિ  રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સયકોફનનું આયોજન કરવામાં આવેલ છે.   ફીટ રાજકોટ અંતર્ગત મહાનગરપાલિકાને રોટરી ક્લબ મિડટાઉન દ્વારા ઘણા વર્ષોથી સાયક્લોફનનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને કોર્પોરેશન, રોટરી મીડટાઉન કલબ, સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે તા.5ના રવિવારે સાયક્લોફનનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજનમાં વધુમાં વધુ શહેરીજનો જોડાય અપીલ કરાઇ છે. આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવશે. આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયેલ છે. જેના કારણે શહેરની 500 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે.

આયોજકોના જણાવ્યા મુજબ આ વખતે કુલ 40 સાયકલ લક્કી ડ્રો માં ગીફ્ટ આપવામાં આવશે. એ ઉપરાંત અન્ય 50 લક્કી ડ્રો ના આકર્ષક ઇનામોથી લોકોનો ઉત્સાહ વધારવામાં આવશે. લક્કી ડ્રોમાં દરેક લોકો ભાગ લઇ શકશે જે માટે દરેક ભાગ લેનારને કિટ સાથે આપેલ લક્કી ડ્રોનું કૂપન સાથે રાખવાનું રહેશે. જેની પાસે કૂપન નહીં હોય તેને સ્થળ પર લક્કી ડ્રોની ગીફ્ટ આપવામાં આવશે નહીં. સાઇક્લોફન પૂર્ણ કરી આવનાર દરેક સ્પર્ધકને મેડલ આપવામાં આવશે. ખાસ નોંધવું કે આ કોઇ સ્પર્ધા નથી, વિદ્યાર્થીઓ અને લોકોનો ઉત્સાહ વધે તેમજ ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધે તે માટેનો નમ્ર પ્રયાસ છે.

પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયક્લોફનમાં ભાગ લેવા માંગતાં (12 વર્ષથી ઊપરના) સાયકલીસ્ટો સ્પોટ રજીસ્ટ્રેશન રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીન માર્ગ ખાતે શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યાર બાદ કોઇ રજીસ્ટ્રેશન લેવામાં આવશે નહીં. આ ઉપરાંત વધુ વિગતો માટે તેઓ 74055 13468 ઉપર ટેલિફોનિક સંપર્ક કરી શકશે. શુક્રવારથી રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીનમાર્ગ ખાતેથી કિટ વિતરણ શરૂ થઇ ગયું છે. જે સ્વનિર્ભર શાળાના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેની કિટ શાળામાં પહોંચી જશે. વધુમાં સાઇક્લોફનના દરેક રૂટ પર આવતી દુકાનોના વેપારીઓએ પોતાને ત્યાં ચિયરીંગ પોઇન્ટ બનાવવો હોય તો આયોજકોનો સંપર્ક કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.