Abtak Media Google News

39 મિલ્કતોને સી 33 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 39 મિલ્કતોને સીલ કરાય હતી. બે નળ કનેકશન કાપવામાં આવ્યા હતા જયારે 33 મિલકતોને ટાંચ જપ્તી નોટીસ ફટકારી હતી. રૂ. 47.85 લાખની રીકવરી થવા પામી હતી. સેન્ટલ ઝોનમાં કુલ ર1 મિલકતોને સીલ કરાય છે ર નળ કનેકશન કપાત કરાયા તથા 17 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ અપાઇ રીકવરી રૂ. 16.27 લાખ થઇ હતી.

વેસ્ટ ઝોનમાં 3 મિલ્કતોને સીલ મારવામાં આવેલ તથા 9 મિલકતોને ટાચ જપ્તીની નોટીસ આપવામાં આવી હતી. રૂ. 12.44 લાખની રીકવરી થવા પામી હતી.

ઇસ્ટ ઝોન દ્વારા 1પ મિલકતો સીલ મારવામાં આવેલ તથા 8 મિલકતોને ટાચ જપ્તી નોટીસ આપવામા આવી હતી. તથા રૂ. 19.14 લાખની રિકવરી કરાઇ હતી. આજરોજ વેરા વસુલાત શાખા દ્વારા 39 મિલકતોને સીલ કરેલ તથા બે નળ કનેકશાન કપાત કરાયા હતા. 33 મિલકતોને ટાંચ જપ્તી નોટીસ અપાઇ હતી. જેમાં રૂ. 47.85 લાખનલ રીકરી થઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.