Abtak Media Google News

ગુજરાતી ફિલ્મો સફળતાના શિખરો સર કરી રહી છે ત્યારે આ અર્બન ગુજરાતી ફિલ્મોનો સુરજ નવી દિશાએ લઈ જનાર ફિલ્મ છેલ્લા દિવસની ત્રિપુટી ફરી રૂપેરી પડદે જોવા મળશે. ‘ફક્ત મહિલા માટેની સફળતા પછી આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને વૈશાલ શાહ બીજી સંભવિત બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે.નિર્માતા આનંદ પંડિત અને વિશાલ શાહે તેમના આગામી ગુજરાતી ફિલ્મ પ્રોજેક્ટ ‘ત્રણ એક્કાની’ની જાહેરાત કરી છે.

Img 4221

‘ત્રણ એક્કા’ ફિલ્મના મુર્હત શૉટનું આજે શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રોની છે જેમાં તેમના જીવનની કસોટીઓ અને મુસીબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સ્ટોરીમાં તેમની આર્થિક સંકટમાં ફસાયેલા છે અને મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવવાની યોજના બનાવે છે.

Img 4226

‘ત્રણ એક્કા’નું દિગ્દર્શન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને સ્ટાર કાસ્ટમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, તર્જની ભાડલા, ચેતન દૈયા અને પ્રેમ ગઢવીનો સમાવેશ થાય છે. બોલિવૂડના પ્રોડ્યુસર આનંદ પંડિત ગુજરાતી ફિલ્મોમાં સતત તેમનું યોગદાન આપી રહ્યાં છે. ‘ફક્ત મહિલાઓ માટે’ની જબરજસ્ત સફળતા બાદ બન્નેનું આ બીજું કોલાબ્રેશન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.