Abtak Media Google News

તા. ૧૪.૨.૨૦૨૩ મંગળવાર

સંવંત ૨૦૭૯ મહા વદ આઠમ

નક્ષત્ર : અનુરાધા 

યોગ : ધ્રુવ 

કરણ : તૈતિલ 

આજે જન્મેલાંની  ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.


મેષ(અ,,ઈ) : નજીકના ક્ષેત્રોમાં મધ્યમ રહે પરંતુ દૂર દેશથી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

વૃષભ(બ,,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.

મિથુન(ક,,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવામાં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

કર્ક(ડ,હ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્રથી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ

સિંહ(મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો,દિવસ લાભદાયક રહે.

કન્યા(પ,,ણ) : મિત્રોની મદદથી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તનથી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે,આગળ વધી શકો.

વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે

ધન (ધ,,,ઢ): કામકાજમાં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી. મધ્યમ દિવસ

મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો

કુંભ (ગ,,શ) : વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજીને ચાલવું.

મીન (દ,,,થ): ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી


ચીનના ખતરનાક મનસૂબા સામે આવી રહ્યા છે

અગાઉ લખ્યા મુજબ મંગળના વૃષભમાં આવવા સાથે વિશ્વની અનેક મહાસત્તાઓ પોતાની લશ્કરી તાકાત વધારવામાં પડી છે અને ચીનના ખતરનાક મનસૂબા સામે આવી રહ્યા છે અને ફરી એક વાર પરમાણુ હથિયારોની સ્પર્ધા વિશ્વમાં શરુ થશે અને પરંપરાગત હથિયારો સાથે સાથે આધુનિક અને બાયોવેપન સુધીની સ્પર્ધા જોવા મળશે. સૂર્ય મહારાજ પુત્ર શનિ સાથે કુંભમાં પહોંચી ચુક્યા છે. કુંભ રાશિએ ઇચ્છાઓની રાશિ છે અને ઈચ્છાઓને કોઈ મર્યાદા નડતી નથી પરંતુ સૂર્યએ સત્તા છે. ચોક્કસ નિયમ મુજબ ચાલવાનું પસંદ કરે છે માટે કુંભમાં સૂર્ય,શનિ અને શુક્ર અલગ અલગ જીવનપદ્ધતિ દર્શાવે છે જેમાં શુક્ર કોઈ સીમા વિનાની કલ્પનાઓ દર્શાવે છે જયારે શનિ સામાન્ય પ્રજાના સ્વપ્નની વાત કરે છે તો સૂર્ય આ સ્વપ્ન પર કાતર  ફેરવે છે અને બધાને ફરી વાસ્તવિક ભૂમિ પર આવવા આદેશ કરે છે. સૂર્યનો સ્વભાવ આદેશનો છે, રાજાનો છે અને શનિ પ્રજા છે માટે આ સમયમાં રાજાનો ગર્ભિત સંદેશ એ હશે કે વધુ પડતા સ્વપ્નની દુનિયામાંથી બહાર આવી વાસ્તવિક ભૂમિને ખેડવાનું ચાલુ કરો વળી હાલ ખપ્પર યોગ ચાલી રહ્યો છે જે વિશ્વને ઉંચક જીવે રાખી રહ્યો છે અને અનેક દેશ કુદરતી આપદાઓ સામે ઝઝૂમી રહ્યા છે જે માર્ચ માસના અંત સુધી વિશેષ જોવા મળશે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.