Abtak Media Google News

ગુમના પ્રોડયુસર અખિલ કોટક અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવાઈ

શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સહ સંયોજક વિજયભાઈ કારીયાની  એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં અખિલ કોટક પ્રોડકશન અને પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ, થ્રીલર ગુજરાતી ફિલ્મ ગુમ નું ખાતમુર્હુત શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મીડીયા સેલ ઈન્ચાર્જ રાજન ઠકકર અને શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, અભિષેક કારીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું.આ તકે હરેશભાઈ જોષી, રાજન ઠકકર અને વિજયભાઈ કારીયાએ જણાવેલ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે આમુલ પિરવર્તન આવતુ જાય છે,

ગત વર્ષે અનેક ગુજરાતી ફિલ્મોએ રૂપેરૂ પડદે નોંધપાત્ર પ્રદર્શન ર્ક્યુ હતુ ત્યારે ગુજરાતી ફીલ્મ નિર્માણ, અભિનય, લેખન અને સંગીત ક્ષ્ોત્રે અનેક યુવા પ્રતિભાઓ પોતાની કલા નીખારતી જાય છે અને દર્શકોના ટેસ્ટ મુજબ રોમેન્ટીક, સસ્પેન્સ, થ્રીલર, ડ્રામા જેવા  વિવિધ વિષયો ધરાવતી ફિલ્મો રીલીઝ થઈ રહી છે  ત્યારે રાજકોટના યુવા પ્રોડયુસર અને કલાકાર અખિલ કોટકએ ગત વર્ષે એટલે કે ર0રરમાં એક સાથે 3 વિવિધ વિષયો ધરાવતી ફિલ્મનું નિર્માણ કરીને થિયેટરમાં િરલીઝ કરી હતી ત્યારે આ વર્ષે પણ અખિલ કોટક ધ્વારા નિર્દેશિત ફિલ્મ ગુમ એકદમ અલગ કોન્સેપ્ટ સાથે રાજકોટની ટીમ ધ્વારા શૂટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મ વિશે વધુ માહિતી આપતા વિજયભાઈ કારીયાએ જણાવેલ કે ગુમ ફિલ્મના એસોસિયેટ ડાયરેકટર તરીકે પુષ્પરાજ ગુંજન, ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ આસિફ અજમેરીએ લખ્યા છે. રાહી રાઠોડ અને રોહિત નેહલાની એ મુખ્ય અભિનય ર્ક્યો છે.

ફિલ્મનું ટાઈટલ સોંગ નીરજ વ્યાસ અને કશિશ રાઠોડેના કંઠે ગવાયુ છે. ગીતના લેખક તરીે ડો. નીરજ મહેતા અને લાઈન પ્રોડયુસર તરીકે પ્રતિક વડગામા, મેકઅપ આર્ટિસ્ટ તરીકે જાગૃતી ગાંધી અને કોમલ દેસાઈએ સંપૂર્ણ પ્રોડકશન ડિઝાઈન કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.