Abtak Media Google News

સિવિલમાં દવાની જગ્યાએ દારૂનો ધિકતો વેપલો

બુટલેગરને સાથે રાખી અન્ય સ્થળ પર દરોડો પાડતા વધુ ત્રણ પેટી દારૂ ઝડપાયો: દારૂ કોને મગાવ્યો તે અંગે તપાસ

રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે સારવારનું કેન્દ્ર સ્થાન પર છે પરંતુ હવે જાણે બુટલેગર માટે પણ સિવિલ પ્રાંગણ દારૂની હેરાફેરી માટે કેન્દ્ર સ્થાન બની ગયું હોય તેમ સોમનાથ વેરાવળના એક શખ્સને પોલીસે દારૂની એક પેટી સાથે ઝડપી પાડયો હતો. જેને સાથે રાખી અન્ય સ્થળ પર પોલીસે દરોડો પાડતા વધુ ત્રણ પેટી દારૂ ઝડપી પાડયો છે. આ દારૂ સિવિલ હોસ્પિટલમાં કોને આપવા અપવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.

Advertisement

Screenshot 7

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી નારાયણી ઓની સાથે હવે જાણે બુટલેગરોને પોતાના દારૂના જથ્થાની હેરાફેરી માટે સ્થળ બનાવવું હોય તેમ આજરોજ વહેલી સવારે સોમનાથ વેરાવળના કમલેશ સતીષ ડાઠીયા નામનો શખ્સ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી પાસે આવેલા પાણીના ટાકા પાસે દારૂના જથ્થા સાથે હોય જેના આધારે પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી તલાસી લેતા તેની પાસેથી ૧૧ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી.

પ્રનગર પોલીસે ઝડપાયેલા કમલેશ ડાઠીયાની વધુ પૂછતાછ કરતા તેને દારૂનો વધુ જથ્થો નજીકના ખંડેર જેવા પડેલા વસાહતમાં રાખ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે કમલેશને સાથે રાખી કબૂલાત આપેલા સ્થળે લઈ જઈ તલાસી લેતા ત્યાંથી વધુ ત્રણ પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ દારૂનો જથ્થો કબજે કરી કમલેશને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

સોમનાથ વેરાવળનો શખ્સ કમલેશ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોને આપવા આવ્યો હતો તે અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.