Abtak Media Google News

Gondal Chowkdi Bridge 2 રાજકોટવાસીઓની સવા વર્ષથી પણ વધુ સમયની તપસ્યાનું હવે ફળ મળશે, ગોંડલ ચોકડીએ વચ્ચે વાહન સડસડાટ ભગાવી શકાશે

રાજકોટની ગોંડલ ચોકડીએ હવે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. કારણકે ગોંડલ ચોકડીએ સિકસલેન ફ્લાય ઓવરનું કાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે. આમ રાજકોટવાસીઓની સવા એક વર્ષથી પણ વધુ સમયની તપસ્યાનું હવે ફળ મળવા જઈ રહ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અગાઉ રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી ખાતે રૂ. 90 કરોડના ખર્ચથી બનનારા સિક્સ લેન ફ્લાય ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં વસ્તી અને વિસ્તારોમાં સતત થતા રહેતા વધારાના પગલે રાજમાર્ગો પર ટ્રાફિકનું સતત ભારણ વધી રહ્યું હોય, ગોંડલ રોડની ટ્રાફિક સમસ્યા સતત વકરી રહી છે. આ સંજોગોમાં શહેરની ગોંડલ ચોકડી પર ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેની સાથોસાથ લોકોની સુવિધામાં વધારો થાય તે માટે એલીવેટેડ ફલાય ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના માટે ઓક્ટોબર 2021માં રોડને ડાયવર્ટ પણ કરવામાં આવ્યો હતો.

ગોંડલ ચોકડી પર નિર્માણ થનારા આ એલીવેટેડ ફલાય ઓવરબ્રીજ પાછળ  90 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ 1.20 કિમીનો સિક્સલેન ફ્લાયઓવર હવે તૈયાર થઈ ગયો છે. કામગીરી નેશનલ હાઇવે ઓથીરિટી દ્વારા કરવામાં આવી  છે.

ગોંડલ ચોકડી રોડ અત્યંત ધમધમતો રહેતો હોય છેલ્લા સવા વર્ષ સુધી ત્યાંના વાહનોને બીજા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ભારે વાહનોને કોરાટ ચોકથી ઘંટેશ્વર સુધીના રિંગ રોડ-2 પરથી તેમજ ટુ-વહીલર તથા થ્રિ વહીલર વાહનોને ખોડિયાર પોલીસ ચોકીની બાજુથી પસાર થતા પુનિતનગર મેઈન રોડથી પસાર થવા આદેશ આપવામાં આવ્યો હતો. જો કે તાજેતરમાં આ બ્રીજનો એક ભાગ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. હવે આખો બ્રિજ જ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંજે ખુલ્લી મુકાવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.