Abtak Media Google News

ફાડદંગ-બેટી પીવાના પાણીની જુથ યોજના, બેડલા ગામે બેટી નદી પર ચેકડેમ કમ કોઝ-વેનું ખાતમુહૂર્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  કેન્દ્ર સરકાર તથા  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સરકારની તમામ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા દ્રઢ નિશ્ચય સાથે કામ કરી રહી છે.ત્યારે આ તમામ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા માટે રાજકોટ જિલ્લા પંચાયત પણ સતત કાર્યરત છે. ત્યારે રાજકોટ તાલુકાના ફાડદંગ ગામે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ફાડદગ – બેટી પીવાના પાણીની જૂથ યોજના અને બેડલા ગામે બેટી નદી પર ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત  સાંસદ એ મોહનભાઈ કુંડારીયા , રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર વાંકાનેર ધારાસભ્ય  જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .

ગુજરાત સરકારની પાણી પુરવઠા વિભાગ હસ્તકની ફાડદંગ- બેટી પીવાના પાણીની જૂથ યોજના થી બેડલા- ફડદંગ – હડમતીયા- ગોલીડા – ડેરોઇ – રફાળા આ 6 ગામો માટે પીવાના પાણીનો પ્રશ્ર્ન કાયમી હલ થઈ જશે . અને આ ગામોમાં વસતા 8000 જેટલા લોકોને શુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહેશે . 15 મું નાણાપંચ વર્ષ 2021-22 ની જિલ્લા કક્ષાની ગ્રાન્ટ અંતર્ગત બેડલા ગામે બેટી નદી પર ચેકડેમ કમ કોજવે બનવાથી ચેક ડેમની આજુબાજુના ખેતરોના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે તેમજ બેડલાથી જામગઢ આવતા જતા લોકોને તેમજ આસપાસના ખેડૂતોને ચોમાસા દરમિયાન પણ અવરજવર માટે સુગમતા રહેશે સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ ગુજરાતના દરેક ગામડાઓના દરેક ઘરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જે પૂર્ણતાના આરે ઉપરાંત હજુ પણ જે ગામોને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હશે , તેને હલ કરી પીવા માટે પૂરતું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા તેમના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સતત કાર્યશીલ રહેશે અને ગ્રામ્યલોકોની સુખાકારી કઈ રીતે વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.  પોતાના પ્રાસંગિક ઉદબોધન મા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા  જણાવ્યું હતું કે રાજ્યના કોઈપણ વિસ્તારમાં કોઈપણ યોજનાઓમાંથી બનેલા કે નિર્માણ પામેલા નાના – મોટા તમામ ચેક ડેમો સરકારની 80:20 યોજના હેઠળ ઊંડા ઉતારવા તેમજ રીપેરીંગ કરી શકાશે. આ યોજનાઓનો સંપૂર્ણ લાભ લેવા રાજકોટ જિલ્લાની ગ્રામ્ય જનતાને તેમણે હાકલ કરી હતી આ ઉપરાંત નિરાધાર અને જરૂરિયાત મંદોને મળી રહેલ ફ્રી રાશન ની યોજના અંગે પણ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.