Abtak Media Google News

આ વખતે ઉનાળામાં કેમ્પાકોલા ઓરેન્જ લેમન પીવા મળશે

50 વર્ષ જુની બ્રાન્ડ કેમ્પાકોલા બજારમાં ધુમ મચાવવા રેડી

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝુયુમર્સ પ્રોડક્ટ્સ લિમિટેડે  નવા યુગના ભારત માટે સમકાલીન આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

કેમ્પા પોર્ટફોલિયો શરૂઆતમાં સ્પાર્કલિંગ બેવરેજ કેટેગરીમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડનું લોન્ચિંગ એવી ઘરઆંગણાની બ્રાન્ડને પ્રોત્સાહિત કરવાની કંપનીની વ્યૂહરચના સાથે એકદમ સુસંગત છે જે માત્ર સમૃદ્ધ વારસો જ નહીં પરંતુ પોતાના અનન્ય સ્વાદ અને ફ્લેવર્સના કારણે ભારતીય ગ્રાહકો સાથે ગાઢ નાતો ધરાવતી હોય.આ લોન્ચ અંગે બોલતાં આરસીપીએલના પ્રવક્તાએ જણાવ્યું કે, કેમ્પાને તેના નવા અવતારમાં પ્રસ્તુત કરીને અમે આ ખરેખર આ પ્રતિષ્ઠિત બ્રાન્ડને તમામ પેઢીના ગ્રાહકો સ્વીકારે અને બેવરેજ સેગમેન્ટમાં નવી ઉત્તેજના આવે તેવી આશા રાખીએ છીએ. જ્યારે પરિવારના વડીલો પાસે મૂળ કેમ્પા સાથે જોડાયેલી તેમની યાદો હશે અને તેઓ બ્રાન્ડ સાથે સંકળાયેલી પોતાની જૂની યાદોને વળગી રહેશે, તે સાથે જ યુવાન ગ્રાહકોને ક્રિસ્પ તાજગી આપનારો સ્વાદ પણ ગમશે.

ઝડપથી વિકસતા ભારતીય બજાર સાથે વપરાશનો પણ વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે અમે કેમ્પાને પાછી બજારમાં લાવવા માટે ખરેખર ઉત્સાહિત છીએ,  50 વર્ષના  વારસા સાથે કેમ્પાનો સમકાલીન સ્પર્ધાત્મક અવતાર આ ઉનાળામાં ભારતીય ગ્રાહકોને ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ ઓફર કરવા માટે તૈયાર છે. તરસ છીપાવવાના પાંચ અલગ અલગ પેકની સાઇઝ કેમ્પા રેન્જ હેઠળ અનેક પ્રસંગો માટે ઑફર કરવામાં આવશે: જેમાં 200ml તાત્કાલિક વપરાશ માટેનું પેક, 500ml અને 600ml ઑન-ધ-ગો શેરિંગ પેક અને 1,000ml અને 2,000ml હોમ પેકનો સમાવેશ થાય છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી શરૂ કરીને સમગ્ર ભારતમાં તેના ઠંડા પીણાના પોર્ટફોલિયોનો આરસીપીએલ દ્વારા કરાયેલો પ્રારંભ પોસાય તેવા ભાવ સાથે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ થકી ભારતીય ગ્રાહકોને મૂલ્ય અને પસંદગી પૂરી પાડવાના કંપનીના એકંદર વિઝન સાથે સુસંગત છે.આ લોન્ચ સાથે આરસીપીએલ તેના બહુમુખી એફએમસીજી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે જેમાં સોસિયો હજૂરીની હેરિટેજ બ્રાન્ડ્સ, લોટસ ચોકલેટ્સની ક્ધફેક્શનરી રેન્જ, શ્રીલંકાની અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબન, તેમજ ઇન્ડિપેન્ડેન્સ અને ગુડ લાઇફ સહિત તેની પોતાની બ્રાન્ડ્સ હેઠળ દૈનિક આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.