Abtak Media Google News

ફાયરીંગ કરનાર પિતા – પુત્રો સહિત ચાર સામે નોંધાતો ગુનો : ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

પોરબંદરમાં ડુક્કર પકડવાના કોન્ટ્રાક્ટ મામલે ડખ્ખો થતાં યુવાન ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોરબંદર પોલીસે યુવકની ફરિયાદ પરથી ફાયરીંગ કરનાર પિતા – પૂત્રો સહિત ચાર સામે ગુનો નોધી તપાસ હાથધરી છે.

Advertisement

બનાવની વિગત બોખીરા વિસ્તારમાં વાછરાડાડા મંદિર પાછળના વિસ્તારમાં રહેતા અને ડુક્કર પકડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા પંજાબીઓ વચ્ચે કોઈ કારણોસર ડખ્ખો થતાં સંતોકસિંગ કતારસિંગ નામના 45 વર્ષના યુવાન ઉપર શકદાર પ્રેમસિંગ, શકદારનો પુત્ર તીર્થસિંગ, શકદાર રામસિંગ અને શકદાર રામસિંગનો દીકરો જેકસિંગએચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતા બોખીરા વિસ્તારમાં દેકારો મચી ગયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા સંતોકસિંગ કતારસિંગને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવ્યા બાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બોખીરામાં ફાયરીંગના બનાવથી જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડીવાય.એસ.પી. નીલમ ગોસ્વામીએ આપેલી માહિતી પ્રમાણે સંતોકસિંગ ઉપર ફાયરીંગની ઘટના બની છે. જેમાં ડુક્કર પકડવાના ઈજારાના જુના મનદુ:ખને લઈને ડખ્ખો થયો છે. જેમાં કુલ ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હોવાનું ઘટના સ્થળેથી કરેલ તપાસના આધારે જાણવા મળ્યું છે. હાલ પોલીસે ચાર સામે ગુનો નોધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.