Abtak Media Google News

ભેંસાણ નજીક માધવ સ્કુલની બસ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

સોરઠમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં  બે વર્ષની બાળકી અને   બસ ચાલકનું મોત નિપજયું છે. ડુંગરપુર નજીક પ્યાગો રીક્ષા આડે આખલો ઉતારતા, રિક્ષા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા, રિક્ષા પલટી મારી ગઇ હતી જેમાં બે વર્ષીય બાળાનું ગંભીર ઇજાઓ થતા કરૂણ મોત નિપજયું હતું જ્યારે રિક્ષામાં બેઠેલ અન્ય લોકોને ઇજાઓ થઇ હતી.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, રીક્ષા નં. જીજે 22 યું 1176 ના ચાલક સામતભાઇ કારાભાઇ એ પોતાની પ્યાગો  રીક્ષા પુર ઝડપે અને બેફિકરાયથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી રસ્તા વચ્ચે ખુટીયો આડો પડતા રીક્ષા પરથી  કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી જતા પાદરીયા ગામના સંજયભાઇ વજુભાઇ વાધેલાના સાળી ગીતાબેનની દિકરી પ્રીતાબેન (ઉ.વ 02) ને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજયું હોવાની તેમજ રિક્ષામાં બેસેલ અન્ય લોકોને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે ભેસાણના મેંદપરા ગામના હનીફભાઇ હુસેનભાઇ જુણેજા માધવ સ્કુલની ખાલી સ્કુલ બસ લઇને મેંદપરાથી ભેસાણ આવતા હોય તે દરમ્યાન રસ્તામા બેદરકારીથી બસ ચલાવી ખાચચીયા ગામની આગળ બસને પોતાની મેળે વળાંકમા બાવડના ઝાડ સાથે અથડાવી દેતા, હનીફભાઇને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા મરણ ગયેલ હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.