Abtak Media Google News

કમોસમી વરસાદમાં થયેલી નુકશાની બાદ રાજય સરકાર સહાય જાહેર કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને આજે સવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળી હતી. જેમાં ઉનાળામાં રાજયનાં છેવાડાના વિસ્તારોને પીવાનું શુઘ્ધ પાણી પહોચાડવા આયોજન ઘડી કાઢવા ઉપરાંત કમોસમી વરસાદથી થયેલી નુકશાની અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અમુક નીતિવિષયક નિર્ણયો પર પણ ચિાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

રાજય સરકારના મંત્રી મંડળના તમામ સભ્યોની દર બુધવારે કેબિનેટ બેઠક મળે છે જેમાં રાજયની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી વિવિધ નિર્ણયો લેવામાં આવતા હોય છે. હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન આજે સવારે કેબિનેટ બેઠક હોવાના કારણે બજેટ બેઠક બપોર બાદ મળી હતી. નર્મદા ક્ધટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને આ વર્ષ રેકોર્ડ બ્રેક નર્મદાના નીર ફાળવવામાં આવ્યા છે. ત્યારે ઉનાળામાં ગુજરાતની જનતાએ પાણી મો હાડમારી વેઠવી ન પડે તે માટે આગોતરુ આયોજન કરવા અંગે કેબિનેટમાં ચર્ચા થઇ હતી. રાજયના તમામ જિલ્લાઓને પીવાનું તથા સિંચાઇ માટે પર્યાપ્ત પાણી પુરુ પાડવા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત એક પખવાડીયામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે બે વાર માવઠા પડતા ખેડુતોને પારાવાર નુકશાની થવા પામી છે. કમોસમી વરસાદથી થયેલી નુકશાનીનો સર્વ  કરવા આદેશ આપવામાં આવ્યો છે. આજે કેબિનેટમાં માવઠા અંગે ચિતા વ્યકત કરવામાં આવી હતી. અમુક નીતિ વિષયક નિર્ણય લેવા પણ વિચાર વિમર્શ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.