Abtak Media Google News

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસન અને યાત્રાધામ દ્વારકાના વિકાસ માટેની કોરીડોર સુવિધા અને ભગવાન કૃષ્ણની વિશાળ કાય પ્રતિમાનું નિર્માણ થવા જઇ રહ્યું છે. ત્યારે વિકાસની આ હરણફાળના કાયદા અને નિયમોમાં સુધારો કરવા તથા દ્વારકાના વિકાસને નવી દિશા સુચન ના પ્લાનીંગ કરવા હેતુસરની કામગીરી ઝડપ ભેર આગળ વધી શકે તેના માટે હાલમાં હાલારના બન્ને જીલ્લા વચ્ચે કાર્યરત ટાઉન પ્લાનીંગ કચેરીનું વિભાજન કરવામાં આવ્યું છે.ટુંક સમયમાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લાની ટાઉન કચેરી શરુ થવા જઇ રહ્યા ના આધારભૂત સમાચાર મળી રહ્યા છે.

જીલ્લાની ટાઉન પ્લાનીંગ કચેરી ટૂંક સમયમાં કાર્યરત થશે

દ્વરકાધીશ જગત મંદિર પરિસરને વિશાળ કાર્ય રીતે વિકસાવીને યાત્રીક સુવિધાઓ માટે આઘ્યાત્મીક વાતાવરણની સુંગધ વધુ કૃષ્ણનગરીમાંથી આવનાર યાત્રીકોને મળી રહે તેની દ્વારકાના માળખાકીય ફેરફારો જરુરી બને છે તેવા કારણથી તાત્કાલીક ધોરણે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આ નિર્ણય લીધાનું વર્તુળોએ ઉમેર્યુ છે. પ્રાથમીક જાણવા મળતી વિગતો મુજબ જગત મંદિર આવેલ ધંધાકીય અને રહેણાંકના મકાનોના બાંધકામને પડયા નિયંત્રીત કરવા તથા નિયમોમાં ખાસ પ્રકારના ફેરફારના પગલાઓ પણ તોળાઇ રહ્યા છે જેને લઇન જગત મંદિર આસપાસ આવેલ ઇમારતોની ખાસ કરીને ઉંચાઇને નિયંત્રીત કરવામાં આવશે.

પરિમલ નથવાણી તથા ધનરાજ નથવાણી કરી હતી માંગ

દ્વારકાની ઐતાહાસિક અને પૌરાણીક નગરીના ખરા અર્થમાં મુલ્યોને જાળવી રાખવા તથા મંદિર આસપાસની ઉંચાઇને નિયંત્રીત કરવા તથા બાંધકામના નિયમોમાં ફેરફાર કરવા રાજય સભાના સાંસદ પરિમલ નથવાણી તથા દેવસ્થાન સમીતીના ઉપાઘ્યક્ષ ધનરાજ નથવાણીએ રાજય અને કેન્દ્ર સરકારને રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.