Abtak Media Google News

ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ બનતા રહે છે અને બેટ્સમેનો બોલર્સ પર ભારે પડતા જોવા મળે છે. મુંબઈમાં રમાતી નેશનલ બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આંધ્રપ્રદેશના બેટ્સમેન વેંકેટેશ રાવે માત્ર ૮૨ બોલમાં ૨૭૯ રન ફટકાર્યા હતા. વેંકટેશે પોતાની ઈનિંગમાં ૪૦ ફોર અને ૧૮ સિક્સ ફટકારી હતી. તેની ઈનિંગના કારણે જ આંધ્રપ્રદેશની ટીમે મુંબઈ સામે ૩૮૦ રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો. વેંકટેશે પોતાની ઈનિંગમાં ૨૬૮ રનતો માત્ર બાઉન્ડ્રીથી જ ફટકાર્યા હતા. જોકે જે ગ્રાઉન્ડમાં મેચ રમાઈ હતી ઈન્ટરનેશનલ મેદાન નહોતું.

મુંબઈની ટીમ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો ૨૦ ઓવર પણ ન રમી શકી અને માત્ર ૮૮ રન પર જ ઓલઆઉટ થઈ હતી. જેથી આંધ્રની ટીમનો ૨૯૧ રનથી વિજય થયો હતો. વેંકટેશના સાથી ટી કૃષ્ણાએ ૪૧ બોલમાં ૭૫ રન કર્યા હતા.

આ ટૂર્નામેન્ટ થકી જ કુલ ૧૭ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જેઓ આવતા વર્ષ યોજાનારા બ્લાઈન્ડ ક્રિકેટ ટી૨૦ વર્લ્ડકપમાં રમશે. આ વર્લ્ડ કપ દુબઈ અને પાકિસ્તાનમાં રમાશે. વર્તમાન ટૂર્નામેન્ટની વિજેતા ટીમને ૫૦ હજાર રૂપિયા અને રનર અપ ટીમને ૩૦ હજાર રૂપિયાની પ્રાઈઝમની આપવામાં આવશે. તેની ઈનિંગના કારણે જ આંધ્રપ્રદેશની ટીમે મુંબઈ સામે ૩૮૦ રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.