Abtak Media Google News

હૈદરાબાદના રૂ.26 લાખના જાલીનોટના ગુનામાં જામીન પર  છૂટેલી માસ્ટર માઈન્ડ મહિલાનો રાજકોટ પોલીસે કબ્જો લીધો

રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક્સીસ બેંક અને એટીએમમાંથી ગત 13 જાન્યુઆરીએ 500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ અને અમરેલીના પાંચ શખસો સાથે પુનાના સપ્લાયર અને નકલી નોટના મુખ્ય સુત્રધાર તેલંગાણાના શખસની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણાના શખસની પુછપરછમાં તેની બહેનની સંડોવણી ખુલતા ગઈકાલે રાજકોટ પોલીસે હૈદરાબાદ જેલ ખાતેથી મહિલા આરોપીનું ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી છે. ઉલેખનીય છે કે,અગાઉ આ કેસમાં પોલીસ દ્વારા 3443 જાલી નોટો કબ્જે કરી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે જાલી નોટ કૌભાંડમાં તેલંગાણાના મુખ્ય આરોપી રમેશબાબુની ધરપકડ કરતા તેની પુછપરછમાં તેની બહેનની સંડોવણી હોવાનું ખુલતા તેની તપાસ કરતા મળી આવેલ ન હતી જેમાં સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ પછી 20.02.2023 ના રોજ રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી હૈદરાબાદ ખાતે 26 લાખ કિંમતની રૂપિયા 500 ના દરની 5200 જાલી નોટ સાથે ઝડપાઈ હતી જેથી આજરોજ પોલીસે મહિલા આરોપીની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી  હતી.  મહિલા આરોપી રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી અગાઉ 2022 માં પણ પોલીસના હાથે જાલીનોટના કેસમાં પકડાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.

એ ડિવિઝન પીઆઈ કે.એન.ભૂકણ અને ટીમે આંગડીયા મારફતે બેંકમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડમાં મૂળ અમરેલીના રાજુલાના હાલ રાજકોટમાં રહેતા ભરત મેરામભાઇ બોરીચા, રાજકોટના તેજસ રાજુ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, મયુર બીપીનભાઈ થડેશ્વર અને ગુરુપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણીની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછમાં પુનાના કમલેશ શીવનદાસ જેઠવાણીની સંડોવણી ખુલતા પોલીસે તેને પણ પુનાથી દબોચી લીધો હતો અને 6 શખસ પાસેથી 15.84 લાખની કિમતની 3443 નકલી નોટો કબજે કરી હતી.કમલેશ તેલંગાણાના તંદુરગામના રમેશબાબુ વૈન્કટેશ કસ્તુરી પાસેથી નકલી નોટ લાવતો હોવાની અને આ રમેશ જ નકલી નોટ છાપતો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની પણ ધરપકડ કરી 12 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા તેની બહેન રામેશ્ર્વરી ઉર્ફે અનુની પણ સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી

એ સમયે  રામેશ્ર્વરી ઉર્ફે અનુ રૂ.26 લાખની જાલીનોટના ગુનામાં હૈદરાબાદ જેલમાં હતી તેણી જામીન પર  છૂટતા રાજકોટના જાલીનોટના ગુનામાં એ ડિવિઝન પોલીસે તેણીનો  બાદ ગઈકાલે  હૈદરાબાદ જેલ ખાતેથી  ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.