Abtak Media Google News

Screenshot 5 26 રાજ્યમાં હજી ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેશે

ધારીની નદીઓમાં ઉનાળામાં પુર આવ્યા, ગોંવિદપુરમાં ગામમાં નદીની માફક પાણી વહ્યા: બોટાદ-ગઢડા રોડ પર બરફની ચાદર પથરાય, લીંબડીમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ

ઘઉં, ચણા, રાયડો, તલ, બાજરી, જુવાર, મેથી અને કેરી સહિતના પાકને ભારે નુકશાન: તાત્કાલીક સર્વ કરી સહાય ચૂકવવા જગતાતની માંગ

 

રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે સમી સાંજે વીજળીના ડરામણા કડાકા-ભડાકા સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલી પંથકમાં વરસાદનું જોર વધી રહ્યું હતું. ગોંવિદપુર ગામમાં જાણે નદી વહી રહી હોય તે રિતે વરસાદના પાણી વહ્યા હતા. ધારીની નદીઓમાં ભર ઉનાળે પુર આવ્યા હતાં. બોટાદ-ગઢડા માર્ગ અને ધારી, ઢસા, અમરેલી પંથકમાં રોડ પર જોરદાર કરા સાથે વરસાદ પડવાના કારણે રોડ પર બરફની ચાદર છવાઇ જવા પામી હતી. સૌરાષ્ટ્રના માર્ગો જાણે ગુલમર્ગ બની ગયા હોય તેવો આહલાદ્ક દ્રશ્યો જોવા મળતા હતા. હજી ચાર દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે સાંજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. અમરેલી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. રાજમાર્ગો પર બરફની ચાદર છવાઇ જવા પામી હતી. આજે સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી. ઠંડકનો અનુભવ થતો હતો. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

અમરેલીના ધારી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરા અને ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ગામની શેરીઓમાં અને નદીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. ફાગણ મહિનાના અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં  ફાગણ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં માવઠાની આગાહીના પગલે જિલ્લામાં ખેતીપાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.Screenshot 4 27

માવઠાની આગાહીના પગલે તંત્ર દ્વારા ખેડૂતોને પહેલા એલર્ટ તો કરવામાં આવ્યા હતા. પરંતુ, હજી પણ કેટલાક ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં ઉભો હોય તેને અને કેરીના પાકને પણ માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.અમરેલી માં ભર ઉનાળે માવઠું થતાં જગતના તાત અને લોકોમાં ચિંતા જોવા મળી છે.આ કમોસમી વરસાદથી ઘઉં  ચણા, જીરું, જેવા શિયાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે.આગાહી મુજબ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ (માવઠું) પડી રહ્યો છે.આજે ગુરુવારે બપોર બાદ ઢળતી સાંજે અમરેલી તથા આજુ બાજુ ના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે કરા પડયા હતા અને બરફની સફેદ ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યા બાદ બરફના કરા અને પવનના સૂસવાટા સાથે મુશળધાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે લીંબડી શહેર તેમજ ચુડા પંથકમાં ભારે પવન અને વાવઝોડા સાથે વરસાદ આવતા ખેતીમા ભારે નુકસાન થવાની આશંકાથી જગતના તાતની કફોડી હાલત થવા પામી હતી.

જ્યારે હાઇવે ઉપર કલાકો સુધી વાહનોની મોટી લાઈનો લાગી ગઈ હતી અને મોટા મોટા કરા પડવાના કારણે ચારે બાજુ સફેદ ચાદર છવાઈ જવા પામી હતી ત્યારે હાઇવે ઉપર સતત એક કલાક સુધી વાહનો પણ થંભી ગયા હતા અને વીજળી પણ દૂર થઈ ગઈ હતી આ રીતે ઝાલાવાડમાં અચાનક સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ હતું અને ધૂળની ડમરીઓ તેમજ કચરાથી વાદળો છવાઈ જવા પામ્યા હતા અને આજુબાજુમાં કોણ છે તે પણ ન દેખાય તેવી પરિસ્થિતિ ઝાલાવાડમાં સર્જાવા પામી હતી.Screenshot 6 25

ત્યારબાદ અચાનક લીંબડી ચુડા રાણપુર અને બોટાદની પટ્ટી સુધી આ રીતે કરાનો વરસાદ પડ્યો હતો? હાલમાં તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને ઉનાળાના સમયમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ લોકો જોઈ રહ્યા છે જ્યારે નવાની વાત તો એ છે કે આખો દિવસ તડકો રહે છે અને સાંજના 6:00 વાગ્યા પછી વાતાવરણ પલટાઈ છે અને આ રીતે આંધી સાથે વરસાદ અને કરા નો વરસાદ વરસે છે જે લોકોમાં પણ સર્જાય છે જ્યારે પહોંચે છે હાઇવે ઉપર જાણવા મળતી વિગતો અનુસાર આ કરાના વરસાદના કારણે લગભગ સાતેક જેટલી ગાડીઓના કાચ પણ તૂટ્યા હોવાનું જાણવા મળે છે.

ગીર ગઢડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ઘઉં, ચણા, ડુંગળી, તલ, બાજરી, જુવાર, મેથી, શાક્ભાજી સહિત પાકો માં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.