Abtak Media Google News

શ્રમજીવી પરિવારની માસુમ આશ્રિતનો ગેરલાભ લઇ આચરેલા કૃત્યથી માતા બની તી

સરકારી વકીલની દલીલ અને રેકડ પરની હકીકત ધ્યાને લઇ અદાલતનો ધાક બેસાડતો ચુકાદો : ભોગ બનનારને 1ર લાખનુ વળતર ચુકવવા હુકમ

ધોરાજી ખાતે   સગીરા પર બળજબરીપૂર્વક બદકામ કરનાર આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે જાદુગરને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલ ની સજા  અને  ભોગ બનનારને 1ર લાખનુ વળતર ચુકવવા અદાલતે હુકમ કર્યો છે.

વધુ  વિગત  મુજબ  મૂળ બિહારના વતની  અને  બે પત્ની તથા સાત બાળકો હતા. આર્થિક ભારણ સહન ન થતા  પોતાની  પુત્રી ને આરોપી ઈકબાલ હબીબ મેમણ સાથે પરણાવી  મોકલી આપેલી  ત્યારે સગીરાની  ઉંમર  14 વર્ષથી પણ નાની હતી.  આરોપી ઈકબાલ હબીબ ભોગ બનનાર બાળકી પોતાની આશ્રિત હોવા છતાં  છરી બતાવી દુષ્કર્મ આચરતો હતો.   ભોગ બનનાર બાળકીને ગર્ભ રહી જતો ત્યારે પણ  ઈકબાલ હબીબ તેની સાથે શરીર સંબંધ બાંધતો   અને  દવાઓ ખવડાવી  ગર્ભપાત પણ કરાવી નાખેલો હતો.

છેવટે સામાજિક કાર્યકર્તા અને પાડોશી બહેનના ધ્યાનમાં આ હકીકત આવતા તેમણે ભોગ બનનાર બાળકીના પિતા ને બોલાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને આરોપી ઈકબાલ હબીબ કાલીયા સામે ફરિયાદ નોંધાય હતી. પોલીસે 4 જુલાઈ 2020 માં આ ઈકબાલ હબીબ કાલિયાની ધરપકડ કરી હતી.   કેસની  સુનાવણી  ચાલવા  પર  આવતા  જેમાં સરકારી વકીલ  કાર્તીકેેય  પારેેખેે  એે  ભોેેગ બનનાર બાળકીને  અદાલત અને કાયદાની પ્રક્રિયામાં એક વિશ્વાસ સંપાદન કરાવી અને સત્ય હકીકત જુબાની સ્વરુપે રેકોર્ડ પર લાવેલ હતા.

પોલીસ,  સામાજિક કાર્યકર્તા અને પાડોશીઓના  નિવેદન નોંધાયા  હતા.   આરોપી પક્ષે પોતાના નિર્દોષતા પુરવાર કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવા માટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર  કાર્તિકેય પારેખ તરફથી પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, પરંતુ આરોપી ઈકબાલ હબીબ કાલીયા એ તેનો ઇનકાર કરેલો હતો.

આરોપીએે   સગીરા  ગર્ભવતી  હોય તેવી સ્થિતિમાં પણ, જાનથી મારી નાખવાની ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ કરવા બદલ ગુનેગાર ઠરાવવા માટે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કરેલા હતા.જે રજૂઆતો ને ગ્રાહ્ય રાખી  ધોેરાજીના  એેડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  રાહુલ કુમાર એમ શર્માએ આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે ઈકબાલ જાદુગર  જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી.  રુપિયા 25000 દંડ ફરમાવેલો હતો.અને સરકાર પક્ષે ભોગ બનનારને પોતાનું જીવન પુન:સ્થાપન કરવા માટે રુ. 12  લાખનુ  વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.