Abtak Media Google News

વર્ષ 2027 સુધીમાં 13 હજાર કૌશલ્યવર્ધક કામદારોની આવશ્યકતા

ખાટલે મોટી ખોટ… સરકાર સેમિકંડક્ટર ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને ક્રાંતિ પણ સર્જી રહ્યું છે ત્યારે સેમિક ક્ષેત્રે નિપુણ તજજ્ઞોની ભારે અછત જોવા મળી રહી છે. સરકારે આગામી વર્ષ 2017 સુધીમાં 13000 નીપુણ તજજ્ઞોની ભરતી કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. હાલના તબક્કે વિદેશથી કૌશલ્ય વર્ધક કામદારો સેમિકંડક્ટર ક્ષેત્રે કામગીરી કરશે અને ત્યારબાદ દેશમાં વિવિધ કોલેજો સ્ટાર્ટ અપ અને પબ્લિક સંસ્થાઓના માધ્યમથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપી તેઓને કૌશલ્ય વર્ધક બનાવવામાં આવશે જેથી તેમનો ઉપયોગ સેમિકંડક્ટર ક્ષેત્રે યોગ્ય રીતે થઈ શકે.

ઇલેક્ટ્રોનિક સેક્ટર સ્કીલ કાઉન્સિલ ના ફાઉન્ડેશન દિવસ નિમિત્તે ઇલેક્ટ્રોનિક મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સેમિકંડક્ટર ડિઝાઇન એન્જિનિયર પૂર્તિ માત્રામાં જોવા મળી રહ્યા છે પરંતુ એ કામદારો અને કારીગરો નથી કે જે સેમિકંડક્ટર પ્લાન્ટને યોગ્ય રીતે ચલાવી શકે અથવા તો તેને સાચવી શકે જેથી સરકારે નિપુણ તજજ્ઞોની અછત દૂર કરવા કોઈ યોગ્ય પગલાં લેવા જરૂરી છે. સેમિકંડક્ટર ના ઉત્પાદન માટે ભારત પાસે કૌશલ્ય વર્ધક કામદારો નથી ત્યારે આગામી વર્ષોમાં જ્યારે માંગમાં વધારો થશે અરે આછત ખૂબ મોટું રૂપ ધારણ કરશે પરિણામે સરકારે વર્ષ 2017 સુધીમાં 85 હજાર કૌશલ્ય વર્ધક કામદારો ને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે અને જેના માટે 120 જેટલી સંસ્થાઓ સાથે વાર્તાલાપ પણ શરૂ કરવામાં આવ્યો છે.

ચીપ થી લઇ સ્ટાર્ટ પ્રોગ્રામ હેઠળ સરકાર વિવિધ શાળાઓ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ સાથે સીધો જ સંપર્ક સાધ્યો છે અને કૌશલ્ય વર્ધક કામદારોને જોડવા પ્રયત્નો પકન હાથ ધર્યા છે. વાત સાચી છે કે દરેક ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓમાં સેમિકંડક્ટર અને ચીપની પૂર્ણ આવશ્યકતા હોય છે ત્યારે હાલ સેમિકંડક્ટર યુનિટો ઉભા કરવા સરકાર દ્વારા અનેકવિધ રીતે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ઉત્પાદન માટે પણ સરકાર વિવિધ કંપનીઓને અનેકવિધ રીતે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.