Abtak Media Google News

થોડા સમય પહેલા સુરતમાં ભાજપની ભવ્ય જીત બાદ પીએમ મોદીની સોનાની મૂર્તિ બનાવવામાં આવી હતી ત્યારે ફરી એક વાર સુરતના જવેલર્સ ચર્ચામાં આવ્યા છે. સુરતના જ્વેલર્સે ચાંદીમાંથી રામ મંદિરનું નિર્માણ કર્યું છે. જેની સાઈઝ પ્રમાણે કિંમત 70,000થી લઈને 5.45 લાખ સુધી રાખવામાં આવી છે આ વીડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વીડીયો જોઇને રામ ભક્તો ખુશખુશાલ થઈ રહ્યા છે.

ભારતમાં ભગવાન શ્રીરામ પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. લોકો અયોધ્યામાં રામ મંદિર બનવાની રાહ જોઈ રહ્યા છે જેના નિર્માણમાં 1,100 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે ત્યારે સુરતના જવેલર્સ ડી ખુશાલદાસના જ્વેલર્સ દ્વારા રામ મંદિર બનાવવામાં આવ્યું છે. જ્વેલર્સ દ્વારા રામ મંદિરની અલગ અલગ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.

https://www.instagram.com/reel/CqDDEjyIdLa/?igshid=YmMyMTA2M2Y=

જ્વેલર્સના શોરૂમના માલિક દ્વારા જે રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે તેના માટે પોતાના કારીગરોને તો કામે લગાવ્યા હતા પરંતુ સાથે સાથે નકશી કરવા માટેના જે ખૂબ જ કુશળ કારીગીરો હોય છે તેવા કારીગરોને પણ આ મંદિર બનાવવા માટે વિશેષ બોલાવવામાં આવ્યા હતા ચાંદીના આ રામ મંદિરને જોઇને તમે મંત્ર મુગ્ધ થઈ જશો જાણે અયોધ્યાના કારીગર જ અહીં બનવવા આવ્યા હોય તેવી આબેહુ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

રામ મંદિર 600 ગ્રામથી લઈને 3.5 કિલો સુધીનું છે. 600 ગ્રામ ચાંદીના રામ મંદિરની કિંમત 70 હજાર રૂપિયા જેટલી છે અને સાડા ત્રણ કિલો ચાંદીના મંદિરની કિંમત 5.45 લાખ જેટલી છે. કુશળ કારીગરો દ્વારા એના ઉપર નકશી કામ કરવામાં આવ્યું છે જે પણ તેને જોવા આવે છે તે ખુશ થઈ જાય છે. કારણ કે ખૂબ જ સુંદર રીતે આ રામ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરની અંદર જે સ્તંભ છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને કુશળ કારીગરોની મદદ લેવામાં આવી છે.

ડી ખુશાલદાસના જ્વેલર્સ દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણ માટે લોકો ચાંદીનું દાન ખૂબ જ મોટા પ્રમાણમાં આપ્યું હતું. મને એવું હતું કે લોકોને આ મંદિર ચાંદીમાં પણ જોવાનું ગમશે પરંતુ આટલું મોટું મંદિર બનાવવું થોડું મુશ્કેલ હતું. પરંતુ અમે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ રામ મંદિર બનાવ્યું છે. સૌપ્રથમ અમે લાકડામાં આ રામ મંદિર તૈયાર કર્યું હતું. ત્યારબાદ વારંવાર તેમાં સુધારો કરીને આખરે એક ડિઝાઇન અમે ફાઇનલ કરી જે આબેહુબ મંદિર જેવી જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.