Abtak Media Google News

ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

ઉપલેટા શહેરના દરબારી વાડા પાસે રસ્તામાં ઉભેલાને સાઇડમાં ઉભા રહેવા જેવી બાબતે ગેરેજ સંચાલક અને તેના મિત્રને ચાર શખ્સોએ માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ ઉપલેટાના સાંઢીયા પુલ પાસે સિલ્વર સોસાયટીમાં રહેતા સરફરાજ અલ્તાફ કોબલા નામના ગેરેજ સંચાલકે જનીલ હુસેન ફકીર, અલ્તાફ હુશેન ફકીર અને અજાણ્યા શખ્સોએ માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સરફરાજ કોબલા તેના મિત્ર સાથે એકસેસ  દરબારી વાડા પાસે પહોચ્યા ત્યારે ઉપરોકત શખ્સો રસ્તામાં ઉભા હોવાથી સરફરાજ કોબલાએ સાઇડમાં રહેવાનું કહેતા રસ્તો કોઇના બાપના નથી તેમ કહેતા જમીલ ફકીર સાથે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડાના ધોકા વડે માર માર્યાનું ખુલતા પોલીસે ચારે શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા સ્ટાફે તપાસ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.