Abtak Media Google News

આમ આદમી પાર્ટીના કાર્યકરોના સંમેલનમાં આવેલા ‘આપ’ના રાષ્ટ્રીય નેતા સંજયસિંહે કહ્યું, અમિત શાહની રબ્બર સ્ટેમ્પ છે ‚પાણી સરકાર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પુરી તાકાતથી આમ આદમી પાર્ટી ઝંપલાવશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષોમાં અત્યારથી ગરમાવો આવી ગયો છે ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોના સંમેલનમાં ઉપસ્થિત રહેલા ‘આપ’ના રાષ્ટ્રીય નેતા સંજયસિંહે જણાવ્યું હતું કે, આગામી ૨૬મી માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલ ગાંધીનગર આવશે અને ઐતિહાસિક રેલી અને સભા સંબોધશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સંગઠન વિસ્તરણનું કાર્ય રાજયના ખૂણે ખૂણે કરી રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ પુરી તાકાતથી ઝંપલાવશે. ૨૬મીએ આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ગાંધીનગરમાં આવી રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં ‘આપ’ના કાર્યકરો અને જાહેર જનતા ઉપસ્થિત રહેશે. આ સભાથી આમ આદમી પાર્ટી ૨૦૧૭ વિધાનસભાની ચુંટણીઓના પ્રચારનો શંખનાદ કરશે.

આ સભાની પૂર્વ તૈયારીઓ માટે સંગઠનમાં મૂલ્યાંકન માટે રાજકોટ લોકસભાના તમામ કાર્યકર્તાઓનું સંમેલન સરદારનગર કોમ્યુનીટી હોલ ખાતે મળ્યુ હતું. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. સંમેલન પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પાર્ટીના પ્રવકતા સંજયસિંહે ગુજરાતની વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સરકાર અમિત શાહની રબ્બર સ્ટેમ્પ સરકાર છે. આગામી ૧૧ માર્ચે પંજાબની ચૂંટણીનું પરીણામ જાહેર થનાર છે ત્યારે સંજયસિંહે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૧૦૦ થી વધુ બેઠકો મળશે. પંજાબની ચૂંટણીની જીત પાર્ટી માટે ગેટ વે ઓફ ઈન્ડિયા સમાન રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટ સામે પણ તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ૨૦ લાખ કરોડ રૂપિયાના કંપનીઓ અને ઉધોગો સાથે એમઓયુ કરાયા છે પરંતુ ૫ ટકા કંપનીઓએ આયોજનના ખર્ચા જેટલી રકમ પણ જમા કરાવી નથી. જયારે બીજીબાજુ સરકાર ટાટા અને અદાણીને મફતના ભાવે જમીનો આપી રહી છે. ખેડૂતોને કપાસની ખેતી ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. ૮૦૦ થી ૯૦૦ રૂપિયા કપાસની આવક થઈ રહી છે. બીજીબાજુ પાણી અને વિજળીના પણ પ્રશ્ર્નો યથાવત છે. ગુજરાતની સરકારે નલીયાકાંડ મુદ્દે પણ પોતાના જ નેતાઓ સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. સાણંદના આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર પોલીસે ગુજારેલા દમનને પણ તેઓએ વખોડયું હતું.

‘આપ’ના રાષ્ટ્રીય નેતા સંજયસિંહની ઉપસ્થિતિમાં કાર્યકરોનું સંમેલન યોજાયું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને પ્રવકતા સંજયસિંહની ઉપસ્થિતિમાં ગઈકાલે સરદારનગર કોમ્યુનિટી હોલ ખાતે લોકસભાના તમામ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને સંગઠન વિસ્તરણનું કાર્ય કરવા અને આગામી ૨૬મી માર્ચે ‘આપ’ના સર્વોચ્ચ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે યોજાનારી વિશાળ રેલી અને સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કામે વળગી જવા હાંકલ કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.