Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં આઠ વ્યકિતઓ સંક્રમિત: રાજયમાં 1093 એકિટવ કેસ, 6 દર્દીઓ વેન્ટીલેટર પર

ગુજરાતમાં કોરોનાની પાંચમી લહેર હવે મંદ પડી રહી છે. સોમવારે રાજયમાં કોરોનાના નવા 70 કેસ જ નોંધાયા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છમાં આઠ લોકો કોવિડ સંક્રમિત થયા છે. હાલ રાજયમાં 1093 દર્દીઓ એકટીવ કેસ છે જે પૈકી છ દર્દીઓ વેન્ટીલેટર પર છે બાકી તમામ 1087  દર્દીઓની હાલત સ્થીર છે ગઇકાલે નવા 70 કેસ કેસ નોંધાયા હતા. જેની સામે 195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

સોમવારે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 14 કેસ, વડોદરા કોર્પોરેટરમાં 14 કેસ, સુરત કોર્પોરેટરમાં 10 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 6 કેસ, સુરત જિલ્લામાં 6 કેસ,

વલસાડ જિલ્લામાં 3 કેસ, કચ્છ જિલ્લામાં ર કેસ, વડોદરા જિલ્લામાં ર કેસ, અમરેલી જિલ્લો, ભરૂચ જિલ્લો, બોટાદ જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગાંધીનગર જિલ્લો, જામનગર કોર્પોરેશન, પંચમહાલ જિલ્લો, પોરબંદર જિલ્લો અને રાજકોટ જિલ્લામાં નવો એક કેસ નોંધાયો હતો. રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો ન હતો છેલ્લા દોઢ માસમાં રાજયમાં કોરોનાથી ર8 દર્દીઓના મોત નિપજયા છે. કોવિડને મ્હાત કરનારા દર્દીઓની સંખ્યાની ટકાવારી 99.06 ટકાએ પહોંચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.