Abtak Media Google News

સ્ટેટ મોનીટરીંગ સેલેનો સપાટો

ટ્રકમાં મરચાની આડમાં છૂપાવેલો 7190 બોટલ શરાબ મળી રૂ. 47.84 લાખનો મુદામાલ કબ્જે: બાવળા નજીક રેઢા ટ્રકમાં પાઉડરની આડમાં છૂપાયેલો 3પ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવડ અને બગોદરા સહિત ત્રણ સ્થળે પોલીસે દરોડો પાડી રૂ. 73.25 લાખની કિંમતનો વિદેશી દારુનો જંગી જથ્થો પકડી પાડયાં છે. રાજકોટ પહોંચે તે પૂર્વે બગોદરા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ટ્રકમાં મરચાની આડમાં છૂપાવેલો રૂા. 27.26 લાખની કિંમતનો 7190 બોટલ દારુ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો છે. જયારે બાવળા પાસેથી ટ્રકમાં પાવડરના જથ્થાની આડમાં છૂપાવેલો રૂ. 3પ લાખની કિંમતનો 11988 બોટલ દારૂ કબ્જે કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ  રાજયમાં દારુબંધીનો કડક અમલ કરવા ડીજીપી વિકાસ સહાયે આપેલી સુચનાને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલના નિરજા ગોટુર અની નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટે. કામરીયા સહીતના સ્ટાફ દ્વારા સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર બગોદરા નજીક પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

આરજે 19 જીજી 9615 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની પીએસઆઇ ડી.જે. બારોટને મળેલી બાતમીના આધારે સ્ટાફે બગોદરા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રકેને અટકાવી તલાસી લેતા જેમાં મરચાના પાવડરની આડમાં છૂપાયેલો રૂ. 27.26 લાખની કિંમતનો 7190 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રકના ચાલક ભીખારામ સીરદારામ દેવાશી નામના શખ્સને ઝડપી લઇ ટ્રક, દારુ અને મરચા પાવડર મળી રૂ. 47.84 લાખનો મુદામાલ  કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમાં આ દારુના જથ્થો રાજકોટના બુટલેગરએ મંગાવ્યાની અને બામણબોર ગામ પાસે કટીંગ કરવાનો હતો તે પૂર્વે  એસ.એમ.સી. એ દરોડો પાડી જંગી જથ્થો પકડી લેતા બુટલેગરમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જયારે અન્ય દરોડોામાં આરજે 14 જીઇ 7077 નંબરના ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો આવી રહ્યાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ ડી.જે. બારોટે રાજકોટ – અમદાવાદ ધોરી માર્ગ પર બાવળા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. ત્યારે શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલા ટ્રક તલાસી લેતા જેમાં પાવડરના જથ્થાની આડમાં છુપાયેલો રૂ. 3પ લાખની કિંમતનો 11988 બોટલ દારૂ પકડી પાડયો પોલીસે દારુ અને વાહન મળી રૂ. 55.42 લાખનો મુદામાલ કબ્જે કરી વાહન નંબરના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.

પાટડી: ટેન્કરમાંથી રૂ. 10.93 લાખનો દારૂ- બિયરનો જથ્થો પકડાયો

પોલીસે ફિલ્મી ઢબે પિછો કરી 3564 બોટલ દારૂ, 19ર બિયરના ટીન અને ટ્રક મળી રૂ. 10.93 લાખનો મુદામાલ કબ્જે

પાટડીના મોટી મજેઠી હાઇવે પરથી પેટ્રોલ-ડીઝલ ભરવાના ટેન્કરમાંથી ટાંકામાં છુપાવીને લઇ જવાતી વિદેશી દારૂની 3756 બોટલો સાથે રૂ. 17.93 લાખનો મુદામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. બજાણા પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ- 3564, બિયર ટીન નંગ- 192, મોબાઇલ 1 અને ટેન્કર ટ્રક મળી કુલ રૂ. 17,93,400ના મુદામાલ સાથે રાજસ્થાનના શખ્સને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના બજાણા પોલીસના સ્ટાફ દ્વારા સઘન તલાશી લેતા પેટ્રોલ-ડીઝલ ભરવાના ટેન્કરમાંથી ટાંકામાં છુપાવીને લઇ જવાતી વિદેશી દારૂની બોટલો નંગ- 3564, બિયર ટીન નંગ- 192, મોબાઇલ 1 અને ટેન્કર ટ્રક મળી કુલ રૂ. 17,93,400ના મુદામાલ સાથે રાજસ્થાનના આરોપી રામલાલ ભોપારામ જાટ ( રહે-દુદુ, તા. ધોરીમના, જિલ્લો-બાડમેર (રાજસ્થાન)ને ઝબ્બે કરી અને ટ્રક માલિક સુરેન્દ્રકુમાર કીશનરામ ( રહે- છત્રાલ ) અને દારૂ ભરી રમેશભાઇ બિશ્નોઇ ( રહે-ધુરીમના, જિલ્લો-બાડમેર (રાજસ્થાન) વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ગોવિંદભાઇ ભરવાડ, ધ્રુવરાજસિંહ રાણા, રોહિતકુમાર પટેલ, યશપાલસિંહ રાઠોડ અને જયપાલસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.