Abtak Media Google News

મુંબઈની પ્રિન્સ હોટલમાં ત્રીજા માળે રૂમમાં વેઈટરે જ  લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી રહેસી નાખ્યા

બિલ્ડર 15 દિવસ પહેલા મુંબઈ ભાયંદર ગયા’તા: બે દિ’ પહેલા જ  થાણે ઈસ્ટની પ્રિન્સ હોટલમાં આવ્યા’તા

હત્યાના બે કલાક પહેલા વતનના ખેતરનાં ભાગીયા સાથે  બિલ્ડરે વાત કરી’તી

ઉપલેટાના નામાંકિત બિલ્ડર અને આહિર સમાજના અગ્રણીની મુંબઈની રેલવે સ્ટેશન પાસે આવેલ થાણે ઈસ્ટમાં આવેલી હોટલ પ્રિન્માં  રહસ્યમય હત્યાથતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગત રાત્રે તેમના મૃતદેહને મુંબઈ હવાઈ  માર્ગ રાજકોટથી એમ્યુલન્સ માર્ગ ઉપલેટા લઈ આવતા  સમગ્ર શહેરમાં  ભારે ગમગીનીનું મોજુ વાયું હતુ તેમની ગત રાત્રે નીકળેલી  સ્મશાન યાત્રામાં  બહોળી સંખ્યામાં  લોકો જોડાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.

શહેરના નામાંકિત બિલ્ડર અને સીટીઝન જીમખાનાના પ્રમુખ પાંજરાપોળ રોડ પાસે દોશી શેરીમાં આશિષ નામના મકાનમાં રહેતા કારાભાઈ રામભાઈ સુવા ઉ.66 ગ તા.14મીએ કોઈ કામ સર મુંબઈ  ગયા હતા ત્યારે ગઈકાલે તેના પરિવારને તેમની હત્યાના ખબર મળતા જ  સ્નેહીઓ અને  પરિવારના સભ્યો મૂંબઈ દોડી ગયા હતા

મુંબઈમાં મિરા ભાયંદરમાં રોકાયા બાદ  કારાભાઈ  સુવા તા.25મીએ તેઓ રેલવે સ્ટેશન પાસે થાણે ઈસ્ટમાં  આવેલ હોટલ પ્રિન્સ  માં રોકાયા હતા. ત્યારે તા.27મીએ બપોરે 11 વાગ્યે  તેમના ખાખીજાળીયા ગામે  ખેતી વાવતા ભાગીયા સાથે વાત કર્યા બાદ સાંજે 6 વાગે તેમના  પરિવારને  કારાભાઈની હત્યાના  સમાચાર આવ્યા હતા.

કારાભાઈ  સુવા જે હોટલ પ્રિન્સમાં રોકાયા હતા તે  હોટલ તેની પરિચીત હતી તેઓ વીસ વર્ષ થયા કોઈ કામ સર મુંબઈ જતા ત્યારે આ હોટલમાંજ રોકાતા હતા ત્યારે જાણવા મળતી વિગતો  પ્રમાણે તા.27મી એ બપોર આસપાસ હોટલના વેઈટરે લૂંટના ઈરાદે તેની હત્યા કરી હોવાનું  પ્રાથમિક  તારણમાં  જોવા મળ્યું છે.  કારાભાઈ સુવાએ પહેરેલા  સોનાનો ચેેન, વિટી, ઘડીયાર સોનાનો પટ્ટો અને તેનો મોબાઈલ ગુમ થઈ ગયા હતા. તેમજ તેમની પાસે 15લાખ હોવાનું  અનુમાન  થઈ શકે તેટલી કે તેથી વધુ રકમ પણ ચોરાઈ ગયાનું જાણવા મળે છે. કારાભાઈ  સુવાને  હોટલ પ્રિન્સના બિહારી  વેઈટરે  ગળાના ભાગમાં બરફ કાપવામાં વપરાતો  ધારદાર  સુયાના અસંખ્ય ઘા મારી  દેતા ગળાના ફરતે લોહી નીકળી જતા તેનું મોત થયું હોવાનું જોનારાઓનું અનુમા છે. હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેની લૂંટના ઈરાદે હત્યા થઈ છે તે કારાભાઈ રામભાઈ સુવા મુળ ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામના વતની છે. હાલમાં તેના બે ભાઈઓ ખાખીજાળીયા ગામે રહી ખેતીનું  સંચાલન કરી રહ્યા છે.કારાબાઈ સાહસીક સ્વભાવને કારણે બિલ્ડર્સમાં મોટું નામ કાઢ્યું હતુ. બિલ્ડર્સની સાથે સાથે જામનગર તાલુકામાં   સિકકા અને શિવા ગામમાં તેના ભરડીયા પણ ધરાવે છે. તેઓ ઉપલેટા સીટીઝન  જીમખાનાના પ્રમુખ સહિત  સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. પ્રિન્સ હોટલના મેનેજર દિલીપ પલાઈએ પોલીસને જાણ કરતાં મુંબઈ થાણે પોલીસ મથકના પી.આઈ. અનિલ ટાસંડેએ તપાસ હાથ ધરી હતી.

કારાભાઈ  સુવાના  પાર્થિવ દેહને ગત રાત્રે મુંબઈથી રાજકોટ હવાઈ માર્ગ લવાયા બાદ ઉપલેટા તેમના નિવાસ સ્થાને લઈ આવતા પરિવારમાં ભારે આક્રંદ છવાયું  હતુ. ગત રાત્રે આશિષ નામના મકાનેથી નીકળેલી  સ્મશાન યાત્રામાં  શહેર તાલુકાભરના  આહિર સમાજના આગેવાનો યુવાનો વિવિધ સામાજીક,  રાજકીય અને સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.  અને સ્વર્ગથને શ્રધ્ધા સુમ  અર્પણ કર્યા હતા.  હિન્દુ સ્મશાન ભૂમી ખાતે તેમના પાર્થિવ દેહને તેમના પુત્ર આશિષના હસ્તે અગ્નિદાહ  આપવામાં આવ્યા હતા. ત્યારે ઉપસ્થિત સૌવના આંખમાં આશુ આવી ગયા હતા.

બે દિવસ પહેલા જ વેઈટર હોટલમાં કામે લાગ્યો હતો

જે હોટલમાં કારાભાઈ સુવા રોકાયાહતા તે હોટલમાં  ઉતર પ્રદેશનો શખ્સ બે દિવસ પહેલા નોકરીયે લાગ્યો હતો બાદ કારાભાઈ સાથે સંબંધ કેળવી કારાભાઈ પાસે રહેલા સોનાના દાગીના અને રોકડ રકમ ઉપર નજર બગડતા  તેને લૂંટનો પ્લાન અમલમાં મૂકયો  હશે ને વેઈટરે જ કારાભાઈની હત્યા કરી હશે વેઈટર પણ  હોટલ છોડી નાશી ગયો હોવાનું  બહાર આવ્યું છે.

ઉપલેટા પંથકે માયાળુ અને જિંદાદીલ આગેવાન ગુમાવ્યા: ધારાસભ્યો ડો. પાડલીયા

આહિર સમાજના આગેવાન કાળાભાઈ સુવાના દુ:ખદ અવસાનના સમાચાર  સાંભળી ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ઉંડા દુ:ખની  લાગણી વ્યકત કરતા જણાવેલ કે સમગ્ર આહિર સમાજ નહિ પણ ઉપલેટા પંથકે એક માયાળુ અને  જીંદાદીલ, સાહષિક  ઉદ્યોગપતિ ગુમાવ્યા તેની ખોટ કાયમી શહેરની જનતાને પડશે તેમના પરિવાર પર આવેલ દુ:ખ ને સહન  કરવાની શકિત ભગવાન આપે તેવી પ્રાર્થના  કરી હતી.

મુંબઈ પોલીસે કોલ ડિટેઈલને આધારે ફોન કર્યો ને પરિવારને જાણ થઈ

ુમુંબઈની પ્રિન્સ હોટલમાં કારાભાઈ સુવાની હત્યા  બાદ તેના મોબાઈલમાંથી થયેલ અંતિમ કોલ પોલીસે કોલ ડિટેઈલ મેળવી કોલ  લગાવતા છેલ્લો ફોન  તેના ખેતીના ભાગીયાને લગાવતા મુંબઈ પોલીસે  બિલ્ડરની હત્યાના સમાચાર આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.